Get The App

'ChatGPT નોકરી પણ AIના કારણે જ ગઈ...' DeepSeek ટ્રેન્ડ થતા જ યુઝર્સે ઉડાવી ઠેકડી

Updated: Jan 29th, 2025

GS TEAM

Google News
Google News
'ChatGPT નોકરી પણ AIના કારણે જ ગઈ...' DeepSeek ટ્રેન્ડ થતા જ યુઝર્સે ઉડાવી ઠેકડી 1 - image



DeepSeek Trending In Social Media: ચીનની એઆઈ કંપની DeepSeek એ માત્ર 52 કરોડ રૂપિયાના ખર્ચે R1 મોડલ લોન્ચ કરતાં જ વિશ્વભરની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીઓમાં ખળભળાટ વધ્યો છે. ચીનનું ઓછા ખર્ચે તૈયાર થયેલુ એઆઈ મોડલ ઓપનએઆઈને આકરી ટક્કર આપી રહ્યું છે. એપલના યુએસ એપ સ્ટોર પર ડીપસીકની એઆઈ એપ સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની હતી. તે ચેટજીપીટી કરતાં પણ સૌથી વધુ ડાઉનલોડ થઈ હતી. ડીપસીકના કારણે અમેરિકાના દિગ્ગજ ટેક્ કંપની એનવીડિયાને 54 લાખ કરોડનું નુકસાન થયુ હતું. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ ડીપસીકની વાહવાહી અને ચેટજીપીટીની મજાક ઉડાવી રહ્યા છે. 



ચેટજીપીટીની આકરી ટીકા

સોશિયલ મીડિયા પર ચેટજીપીટી અને ડીપસીક વચ્ચે તુલના થઈ રહી છે. યુઝર્સ મીમ બનાવી ચેટજીપીટીની ટીખળ કરી રહ્યા છે. જેમાં ડીપસીક ચેટજીપીટીની એઆઈ નોકરી ખાઈ ગયો હોવાની પોસ્ટ ખૂબ વાયરલ થઈ છે. ડીપસીકની તુલના ઓલિમ્પિકના વાયરલ તૂર્કિયે શૂટર યુસુફ ડિકેક સાથે થઈ રહી છે. ઉલ્લેખનીય છે, માઈક્રોસોફ્ટ અને ઓપનએઆઈએ એનવીડિયાના મોંઘા ચીપ્સ પાછળ અબજો ડોલર ઠાલવ્યા હતાં. પરંતુ ચીનની ડીપસીકે સસ્તામાં ચીપ્સ લોન્ચ કરી આ કંપનીઓને મોટુ નુકસાન કરાવ્યું છે.



અમેરિકામાં વધ્યું ટેન્શન, ટ્રમ્પે આપી ચેતવણી

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા કંપની શરૂ કરી હોવાની જાહેરાત કરી હતી. એવામાં ચીનની ડીપસીકના એઆઈ મોડલે ચિંતા વધારી છે. અમેરિકાની અન્ય ટેક્નોલોજી કંપનીઓ અને રોકાણકારોની ઉંઘ ઉડાવી દીધી છે. ટ્રમ્પે આ બિઝનેસ અમેરિકાની કંપનીઓ માટે વેકઅપ કોલ હોવાનું જણાવી એલર્ટ રહેવા અપીલ કરી છે.




ડીપસીકની કિંમત ચેટજીપીટી કરતાં 40 ગણી ઓછી

ડીપસીક મહિને 0.50 ડોલર (રૂ. 44)માં સબ્સ્ક્રિપ્શન પ્લાન આપી રહ્યું છે. જ્યારે ચેટજીપીટીના યુઝર્સે દરમહિને 20 ડોલર (રૂ. 1730)નો ખર્ચ કરવો પડે છે.



'ChatGPT નોકરી પણ AIના કારણે જ ગઈ...' DeepSeek ટ્રેન્ડ થતા જ યુઝર્સે ઉડાવી ઠેકડી 2 - image

Tags :