Get The App

VIDEO : સમુદ્રમાં લેન્ડ થતાં જ સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને કર્યું સ્વાગત, મસ્કે શેર કર્યો વીડિયો

Updated: Mar 19th, 2025

GS TEAM

Google News
Google News
Sunita Williams Returns


Sunita Williams Returns: ભારતીય મૂળની અમેરિકન અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ તેના સાથીદાર બૂચ વિલ્મોર સાથે 9 મહિના પછી પૃથ્વી પર પરત ફર્યા છે. નાસાના આ બે અંતરીક્ષયાત્રીઓ કુલ 286 દિવસ પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. 17 કલાકની મુસાફરી પછી, ડ્રેગન અંતરીક્ષયાન 19 માર્ચના રોજ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે લેન્ડ થયું હતું. 

સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને કર્યું સ્વાગત

ભારત સહિત વિશ્વભરમાં કરોડો લોકો સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું નાસાનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ રહ્યા હતા. ડ્રેગન કેપ્સ્યુલ જોરથી દરિયામાં પડવાની સાથે જ ત્યાં એક અદ્ભુત દૃશ્ય જોવા મળ્યું હતું. સુનિતાના યાનને દરિયામાં ડોલ્ફિને ઘેરીને તેની આસપાસ કૂદવા લાગી હતી. આ દૃશ્ય એવું લાગી રહ્યું હતું કે જાણે આ ડોલ્ફિન 9 મહિના પછી પૃથ્વી પર પરત ફરેલી સુનિતાનું સ્વાગત કરી રહી છે. આ ખૂબ જ સુંદર દૃશ્ય હતું.

ઈલોન મસ્કે શેર કર્યો વીડિયો 

સુનિતાને ધરતી પર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ઉદ્યોગપતિ ઈલોન મસ્કે X પર આ વીડિયો રીપોસ્ટ કર્યો છે. જૂન 2024માં સુનિતા વિલિયમ્સ માત્ર 8 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. આ મિશનમાં બુચ વિલ્મોર પણ તેમની સાથે હતા. સમસ્યા ત્યારે ઊભી થઈ જ્યારે બોઇંગનું સ્ટારલાઇનર અવકાશયાન, જે તેમને પૃથ્વી પર પાછું લાવવાનું હતું, તે તૂટી ગયું. આ પછી લાંબો સમય રાહ જોવી પડી. અંતે ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પાછા ફર્યા બાદ તેમણે આ કામ ઈલોન મસ્કને સોંપી દીધું. ત્યારબાદ આ મિશન 19 માર્ચ 2025ના રોજ પૂર્ણ થયું હતું.

VIDEO :  સમુદ્રમાં લેન્ડ થતાં જ સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિને કર્યું સ્વાગત, મસ્કે શેર કર્યો વીડિયો 2 - image

Tags :