Get The App

અફઘાનિસ્તાનમાં એક પછી એક ત્રણ ભયાનક ભૂકંપ, 622ના મોત, 1000થી વધુ ઈજાગ્રસ્ત

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
અફઘાનિસ્તાનમાં એક પછી એક ત્રણ ભયાનક ભૂકંપ, 622ના મોત, 1000થી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Afghanistan Earthquack News : રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ પાડોશી દેશ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી, જે શક્તિશાળી શ્રેણીમાં આવે છે. આ ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 600 થી વધુ લોકોના મોત જ્યારે 1000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી રહી છે. આ માહિતી ત્યાંના આંતરિક બાબતોના મંત્રાલયના હવાલાથી મળી રહી છે. 

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અત્યાર સુધીના આંકડા પ્રમાણે 622થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે ઘાયલોનો આંકડો 1000ને વટાવી ગયો છે. નાંગરહાર સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તા અજમલ દવાઈશે જણાવ્યું કે જલાલાબાદ અને આજુબાજુના વિસ્તારોમાં એક પછી એક ત્રણ ભૂકંપ આવ્યા હતા. પહેલા ભૂકંપની તીવ્રતા 6.3, બીજાની 4.5 અને ત્રીજાની 5.2 તીવ્રતા રહી હતી જેના લીધે મોટી જાનહાનિ સર્જાઇ હતી. 



ભૂકંપથી ભારે વિનાશ વેરાયો 

ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ઇમારતો ધ્રુજી ઉઠી હતી અને લોકો બહાર દોડી આવ્યા હતા.


અફઘાનિસ્તાનના નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યાં હતું?

USGS અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી. તેનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું. ત્યારબાદ ત્રીજો ભૂકંપ પણ આવ્યો હતો. 


Tags :