- નવા વસાહતીઓમાં જૂન સુધીમાં જ 2 લાખ 4 હજાર જેટલો ઘટાડો થયો, જે પૂર્વેનાં વર્ષનાં પ્રમાણમાં 67 ટકા ઓછો છે. યુકેના રાજકારણમાં ઇમીગ્રેશનનો પ્રશ્ન મહત્વનો છે
લંડન : બ્રિટનના રાજકારણમાં વિદેશોમાંથી અને ખાસ કરીને કોમન વેલ્થ કંટ્રીઝમાંથી આવીને વસેલા વસાહતીઓનો પ્રશ્ન છેલ્લા કેટલાયે વર્ષોથી ચર્ચાસ્પદ બની રહ્યો છે. ગેરકાયદેસર તો ઠીક હવે કાયદેસરના વસાહતીઓ પણ બ્રિટન માટે મુશ્કેલીરૂપ બની રહ્યા છે. તેથી રાજકીય ચર્ચાઓમાં તે મુદ્દો કેન્દ્ર સ્થાને આવી ગયો છે. માટે સરકારે હવે તે માટે કઠોર નિયમો વધુ કડક બનાવ્યા છે. નીગેલ ફરાન્ગીઝનાં લોકપ્રિય પગલાઓનો, લેબર ગવર્નમેન્ટ સખતનો સામનો કરી રહી છે. લેબર પાર્ટી એન્ટી-માઈગ્રેશન નીતિ ઉપર તો વિજયી બની છે અને અત્યારે પણ ઓપિનિયન પોલ્સમાં તે ડબલ-ડીજીટ (બે આંકડા)થી આગળ છે.
પહેલા ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિકસ ગત સપ્તાહે જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૩માં પૂરા થયેલા ૧૨ મહિનામાં ૯,૪૪,૦૦૦ જેટલી સૌથી વધુ સંખ્યા (વસાહતીઓની) દર્શાવાઈ હતી. પરંતુ ગત સપ્તાહે અંદાજ સુધારવામાં આવ્યા છે. જે પ્રમાણે તે સંખ્યા ઘટીને ૩,૪૪,૦૦૦ જેટલી ૨૦૨૪માં થઈ હતી. એટલે કે કાયદેસર અને ગેરકાયદે તેમ બંને પ્રકારના વસાહતીઓમાં આશરે ૬૬-૬૭ ટકાનો ઘટાડો થયો છે.
આટલા મોટા ઘટાડા છતાં જનતા વસાહતીઓનો પ્રશ્ન મુખ્ય પ્રશ્ન માને છે. જયારે બ્રિટિશ ફયુચર-થિંક-ટેન્ક જણાવે છે કે, બ્રિટિશરોની ચિંતા નાની હોડીઓ દ્વારા ફ્રાંસમાંથી આવીને ઘૂસી જતા ગેરકાયદે વસાહતીઓની છે. આ વસાહતીઓ અંગેના કાનૂનો તેમના પાસપોર્ટસ વિસા વગેરેની કડક ચકાસણીને લીધે વસાહતીઓનું પ્રમાણ ઘટયું તો છે જ. તેમ છતાં તેઓ (બ્રિટિશરો) ભૂલથી માને છે કે આવા વસાહતીઅનું પ્રમાણ વધ્યું જ છે. જો કે તે માન્યતા પણ વિચારણીય તો છે જ. પરંતુ, હવે જે નવી નીતિ હાથ ધરાઈ રહી છે, તેથી કેર-વર્કર્સ તરીકે બ્રિટનમાં આવતા વિદેશીઓને રોકવામાં આવશે. આ કેર વર્કર્સના નામે જ મોટા ભાગના વસાહતીઓ બ્રિટનમાં ઘૂસી ગયા છે તેમ તે ફયુચર-થિન્ક-ટેન્ક જણાવે છે.


