World

BIG NEWS: હોર્મુઝને લઈને ઈરાને આપી સૌથી મોટી રાહત, જરૂરી સામાન લઈ જઈ રહેલા જહાજોની અવરજવરને મંજૂરી

By GS TEAM
4 Apr 20262 mins read
TukuTouch Logo
ઈરાન સરકારના જણાવ્યા અનુસાર, હવે આ સાંકડા દરિયાઈ માર્ગમાંથી માત્ર એ જ જહાજો પસાર થઈ શકશે જે ઈરાનના બંદરો તરફ જરૂરી સામાન લઈને જઈ રહ્યા હોય. કોઈપણ જહાજે આ રસ્તો ઓળંગતા પહેલા ઈરાની સત્તાવાળાઓનો સંપર્ક કરવો પડશે. ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન અને મલેશિયા જેવા દેશો, જેમને ઈરાન પોતાના દુશ્મન ગણતું નથી, તેમના જહાજોને મર્યાદિત રાહત આપવામાં આવી છે. તાજેતરમાં જ ભારતના LPG ટેન્કરોને અહીંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS: હોર્મુઝને લઈને ઈરાને આપી સૌથી મોટી રાહત, જરૂરી સામાન લઈ જઈ રહેલા જહાજોની અવરજવરને મંજૂરી

Iran Allows Essential Goods Vessels to Hormuz Strait: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન તરફથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઈરાને વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે નવા નિયમો જાહેર કર્યા છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના સંઘર્ષ વચ્ચે ઈરાને કેટલાક દેશોના જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે, પરંતુ તેમાં એક મોટો ટ્વિસ્ટ છે.

શું છે ઈરાનનો નવો આદેશ?

ઈરાન સરકારના જણાવ્યા અનુસાર, હવે આ સાંકડા દરિયાઈ માર્ગમાંથી માત્ર એ જ જહાજો પસાર થઈ શકશે જે ઈરાનના બંદરો તરફ જરૂરી સામાન લઈને જઈ રહ્યા હોય. કોઈપણ જહાજે આ રસ્તો ઓળંગતા પહેલા ઈરાની સત્તાવાળાઓનો સંપર્ક કરવો પડશે. ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન અને મલેશિયા જેવા દેશો, જેમને ઈરાન પોતાના દુશ્મન ગણતું નથી, તેમના જહાજોને મર્યાદિત રાહત આપવામાં આવી છે. તાજેતરમાં જ ભારતના LPG ટેન્કરોને અહીંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા.

કેમ હોર્મુઝની સામુદ્રધુની આટલી મહત્વની છે?

વિશ્વના નકશા પર આ એક નાનકડી જગ્યા છે, પણ તે વૈશ્વિક અર્થતંત્રની લાઈફલાઈન છે. દુનિયાનું દર 5માંથી 1 તેલનું જહાજ અહીંથી પસાર થાય છે. ફારસની ખાડીમાંથી નીકળતું તેલ એશિયા અને યુરોપ સુધી પહોંચવા માટે આ એકમાત્ર રસ્તો છે. યુદ્ધ પહેલા અહીંથી મહિને 3000 જહાજો પસાર થતા હતા, જે અત્યારે 95% સુધી બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો: મધ્યપ્રદેશના અનૂપપુરમાં 4 માળની હોટલ ધરાશાયી, 1નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા

ઓપરેશન એપિક ફ્યુરી

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલા ઓપરેશન એપિક ફ્યુરી બાદ સ્થિતિ વણસી હતી. આ હુમલામાં ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવાયા હતા અને ટોચના નેતા અયાતુલ્લા ખામેનેઈ સહિતના અધિકારીઓના મોતના અહેવાલ હતા. તેના જવાબમાં ઈરાને આ વ્યૂહાત્મક માર્ગ બંધ કરીને દુનિયાની તેલ સપ્લાય રોકી દીધી હતી. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે.

ઈરાનની તેલની રમત

ઈરાન સારી રીતે જાણે છે કે હોર્મુઝ તેની સૌથી મોટી તાકાત છે. જ્યાં સુધી આ રસ્તો તેના નિયંત્રણમાં છે, ત્યાં સુધી અમેરિકા કે પશ્ચિમી દેશો તેને નજરઅંદાજ કરી શકે તેમ નથી. બીજી તરફ, અમેરિકાનું કહેવું છે કે સમુદ્રનો આ રસ્તો કોઈ એક દેશની જાગીર નથી. હાલમાં આ લડાઈ માત્ર હથિયારોની જ નહીં, પણ તેલ, પૈસા અને વૈશ્વિક અર્થતંત્રના અસ્તિત્વની બની ગઈ છે.