For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ટ્રમ્પએ ટ્વિટ કરી ગ્રેટા થનબર્ગને આપી સલાહ, મિત્રો સાથે મૂવી જો અને મગજ શાંત કર

Updated: Dec 13th, 2019

Article Content Imageવોશિંગ્ટન, તા. 13 ડિસેમ્બર 2019, શુક્રવાર

ગ્લોબલ વોર્મિંગના જોખમો પર લડી રહેલી સ્વીડિશ પર્યાવરણ ચળવળકાર ગ્રેટા થનબર્ગને જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ગુસ્સાને કાબુમા રાખવાની સલાહ આપી છે. 

પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા માટે લડી રહેલી ગ્રેટા 2018ના ઑગસ્ટ મહિના સૌ પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. એ સમયે તેને #FridaysForFuture નામની એક ઝુંબેશ શરૂ કરી હતી. તેણે ત્રણ અઠવાડિયાં સુધી સ્વીડનની સંસદ બહાર પર્યાવરણના સંકટ મામલે પૂરતાં પગલાં ન લેવાયાં હોવાનો વિરોધ કર્યો.

ગ્રેટા જળવાયુ પરિવર્તનના વિષય પર સંયુક્ત રાષ્ટ્રના સંમ્મેલનમા ગ્લાબલ વોર્મંગને નિયંત્રિત કરવા નિષ્ફળ જવા માટે 'હાઉ ડેર યુ'ના ટોપિક પર પોતાના વક્તવ્ય થકી દુનિયાભરના નેતાઓ પર વિશ્વાસઘાતના આરોપો લગાવ્યા હતા. આ ભાષણ પછી ગ્રેટાએ વિશ્વભરમા પોતાની છાપ છોડી હતી.

જેના કારણે વિશ્વભરમા પ્રસિદ્ધ ટાઇમ મેગેઝિને 16 વર્ષિય ગ્રેટા થનબર્ગને 2019ની પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરી. ગ્રેટા થનબર્ગની આટલી નાની ઉંમરે જળવાયુ પરિવર્તન જેવા બોદ્ધિક મુદાઓ પરની ચર્ચાની સામે હળવાશથી સલાહ આપતા અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પએ કહ્યુ કે, જળવાયુના કાર્યકરતાએ પોતાના ગુસ્સાને કાબુમા રાખતા શીખવું જોઇએ. આ સાથે જ તેમણે ગ્રેટાને પોતાના મિત્રો સાથે જૂની ફિલ્મો જોવાની સલાહ પણ આપી હતી.  

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, આ ખોટું છે. ગ્રેટાએ પોતાના ગુસ્સાને કાબુમા રાખવો જોઇએ, અને પોતાના મિત્રો સાથે જૂની ફિલ્મોની મજા માણવી જોઇએ. શાંત ગ્રેટા શાંત. ટ્રમ્પનું આ ટ્વિટ બુધવારના ટાઇમ મેગેઝિનના 'પર્સન ઓફ ધ યર 2019' જાહેર થયા પછી આવ્યુ હતુ.  

ગ્રેટા ઓટિજ્મને લગતી ઇસ્પર્જર સિંડ્રોમની બિમારીથી પીડાય છે. આ બિમારીને કારણે લોકોને બીજા લોકો સાથે હળવા-ભળવામા તકલીફ થાય છે. ગ્રેટાની બિમારીએ પણ તેને વિવેચકોનું લક્ષ્ય બનાવ્યુ છે. બ્રાઝીસના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ગ્રેટાને 'ગેરશિસ્ત બાળક' કહી હતી. 

ગયા સપ્ટેમ્બરમા ન્યુયોર્કમા ગ્રેટાના વકતવ્ય પછી ટ્રંમ્પએ ટ્વિટ કર્યુ હતુ કે, એ એક ખુબજ ખુશ યુવા છોકરી જણાય છે, જે તેજસ્વી અને અદભૂત ભવિષ્યની શોધમા છે. તેને જોઇને સારૂ લાગ્યુ.

Gujarat