Get The App

'યુદ્ધ બંધ કરો, અમે તમામ બંધક મુક્ત કરીશું...', ઈઝરાયલ સાથે સમાધાન કરવા હમાસ તૈયાર

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
'યુદ્ધ બંધ કરો, અમે તમામ બંધક મુક્ત કરીશું...', ઈઝરાયલ સાથે સમાધાન કરવા હમાસ તૈયાર 1 - image


Israel vs Hamas War Updates : ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે. 

હમાસના લીડરે મૂકી શરત 

હમાસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટિની નાગરિકોના બદલામાં તમામ બંધકોને છોડવા રાજી છીએ. અમે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરી દઈશું. હમાસના નેતા ખલીલ અલ હાયાએ ટેલિવિઝન પર કહ્યું કે હવે અમે કોઈ વચગાળાની સમજૂતિ કરવા માગતા નથી. કાયમી ઉકેલ લાવવો પડશે. તાત્કાલિક અસરથી યુદ્ધ ખતમ કરો. અમે ગાઝામાં યુદ્ધ નથી ઇચ્છતા. 

હમાસના લીડરનું મોટું નિવેદન 

હાયાએ કહ્યું કે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને તેમની સરકાર પોતાના પોલિટિકલ એજન્ડા માટે આંશિક સમજૂતીઓ કરી લે છે. જેના કારણે ગાઝામાં ભૂખમરાંની સ્થિતિ ઘેરાતી જઇ રહી છે. અમે હવે તમામ બંધકોને મુક્ત કરવા તૈયાર છીએ. 

Tags :