Get The App

સ્ટીવ્થ બોમ્બર્સ વૉર-શિપ્સ અને F.16s : ઈરાન પર પ્રચંડ હુમલો કરવા અમેરિકા તૈયારીઓ કરી રહ્યું છે

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
સ્ટીવ્થ બોમ્બર્સ વૉર-શિપ્સ અને F.16s : ઈરાન પર પ્રચંડ હુમલો કરવા અમેરિકા તૈયારીઓ કરી રહ્યું છે 1 - image


- તેલ પર તરતું મધ્ય-પૂર્વ ભડકે બળવાની અણીએ

- અમેરિકી સંરક્ષણ મંત્રી પેટ હેગસેટે કહ્યું : આ કાર્યવાહી અમારી સેનાના રક્ષણ માટે અને ઈઝરાયલને બચાવવા માટે થઈ રહી છે

વૉશિંગ્ટન : ઈઝરાયલ-ઈરાન વચ્ચે તંગદિલી સતત વધતી રહી છે. આથી અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની સેનાકીય હાજરી સખત વધારી દીધી છે. હેતુ બહુ બહુ સ્પષ્ટ છે. એક તરફ મધ્યપૂર્વમાં રહેલા પોતાના દળોને અમેરિકા રક્ષણ આપવા માગે છે. તો બીજી તરફ તે ઈઝરાયલને ઈરાનના હુમલા સામે રક્ષવા માગે છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે કહ્યું છે કે, અમારા લોકો સલામત રહે તે માટે અમે આ કાર્યવાહી હાથ ધરી છે. પેન્ટાગોને પણ જરૂર પડે વધુ વધારાના ફાઈટર જેટસ, એરિયલ રીફયુએલિંગ ટેન્કર્સ તો મધ્ય પૂર્વમાં મોકલી જ દીધા છે. સાથે, વ્યુહાત્મક સ્થળોએ અમેરિકાના યુદ્ધ જહાજો પણ ગોઠવી દીધા છે. આથી વ્યાપક-યુદ્ધ માટેની અમેરિકાની પૂરી તૈયારીઓ દેખાઈ રહી છે.

પ્રમુખ ટ્રમ્પે કહી દીધું છે કે, હવે અમે ઈરાનના આકાશ ઉપર સંપૂર્ણ કબજો જમાવી દીધો છે. આ સાથે વિશ્વમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, અમેરિકા હવે ગમે ત્યારે ઈરાનના પરમાણુ-સંકૂલો પર હુમલો કરશે જ. જ્યારે અમેરિકી સેનાએ કહ્યું છે કે, એક પણ અમેરિકી વિમાન ઈરાનની આકાશ-સીમામાં ગયું નથી.

અમેરિકાએ કેટલા એફ-૧૬ વિમાનો મોકલ્યા છે, તે આંકડો હજી બહાર પડયો નથી, પરંતુ ડઝનબંધ એફ-૧૬ ત્યાં પહોંચી ગયા છે, તે નક્કી છે.

યુદ્ધ વિમાનો સઉદી અરબસ્તાનમાં પહોંચી ગયા છે. તેઓ આસપાસના આકાશમાં ફરી રક્ષણાત્મક છત્રી આપે છે. ડીગો ગાર્શિયા દ્વીપ ઉપર બી-૫૨ પ્રકારના વિમાનો અનામત તરીકે રખાયા છે. ૩૦,૦૦૦ પાઉન્ડનાં જીવીયુ-૫૭ બંકર-બસ્ટર બોંબ ધરાવતા બી-૨ બોમ્બર્સ હજી ગોઠવાયા નથી પરંતુ જરૂર પડતા ગોઠવાશે.

ઈરાનના પર્વતોમાં ગુફાઓ કોતરી જે પરમાણુ સંકુલો બનાવાયા છે. (ફોર્ડો ન્યુક્લિયર ફેસીલીટી) તે તોડવા માટે પણ તે ૩૦,૦૦૦ પાઉન્ડના બોમ્બ સમર્થ છે. તેમ માનવામાં આવે છે.

ઓરોરા નામક જાસૂસી સંસ્થાએ જણાવ્યું છે કે, અમેરિકાએ તેના ફાયટર જેટસના રીફયુએલિંગ માટે યુકે, સ્પેન, જર્મનીનો સંપર્ક સાધ્યો છે. તેનું જાસૂસી જહાજ આર્વિધ-બર્ક ઇરાની મિસાઈલ્સને ઇન્ટરસેપ્ટ કરી શકે તેમ છે. આ ઉપરાંત વિશાળ વિમાન વાહક જહાજો નિમિત્ઝ તથા ગેરાલ્ડ આર ફોર્ડ ઉપરાંત ડીસ્ટ્રોચર્સ ફ્રીગેટસ અરેબિયન સીમા પહોંચી ગયા છે.

ટૂંકમાં અમેરિકાના આક્રમણ સાથે તેલ-પર- તરતું મધ્ય પૂર્વ ભડકે બળશે તેમ નિષ્ણાતો સ્પષ્ટ શબ્દોમાં કહે છે. યુએસ ૪૦૦૦૦ સૈનિકો પણ મોકલી રહ્યું છે.

Tags :