Get The App

પાકના પૂર્વ ડિપ્લોમેટના જુઠ્ઠાણાનો ખુદ પોર્ન ફિલ્મોના અભિનેતાએ કર્યો પર્દાફાશ

Updated: Sep 4th, 2019

GS TEAM

Google News
Google News
પાકના પૂર્વ ડિપ્લોમેટના જુઠ્ઠાણાનો ખુદ પોર્ન ફિલ્મોના અભિનેતાએ કર્યો પર્દાફાશ 1 - image

ઈસ્લામાબાદ, તા. 4. સપ્ટેમ્બર 2019 બુધવાર

કાશ્મીર મુદ્દે કાગારોળ મચાવતા પાકિસ્તાનના નેતાઓ દુનિયા સામે હાસ્યાસ્પદ પૂરવાર થઈ રહ્યા છે.એક પોર્નસ્ટારની તસવીર કાશ્મીરી પીડિત તરીકે સોશ્યલ મીડિયા પર શેર કરનાર પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટનુ જુઠ્ઠાણુ ખુદ પોર્ન સ્ટાર જોહની સિન્સે ઉઘાડુ પાડ્યુ છે.

અબ્દુલ બાસિત આખી દુનિયામાં ટ્રોલ થઈ રહ્યા છે અને જોડે જોડે આખા પાકિસ્તાનનો ફજેતો થઈ રહ્યો છે.સિન્સે ટ્વિટ કરીને કહ્યુ છે કે, હું અબ્દુલ બાસિતનો આભાર માનુ છું કે, તેમના કારણે મારા ફોલો્અર્સ વધી ગયા છે.મારી આંખો એકદમ ઠીક  છે અને દુનિયાભરમાં મને ફેમસ કરવા બદલ આભાર ગઈકાલે બાસિતે જહોની સિન્સની તસવીરને રિટ્વિટ કરીને લખ્યુ હતુ કે,આ યુવતીની સાથે દેખાતો યુસુફ અનંતનાગનો છે અને તે પેલેટ ગનનો શિકાર બનીને પોતાની આંખોની રોશની ગુમાવી ચુક્યો છે.

હકીકતમાં બાસિત જેને યુસુફ ગણાવતા હતા તે પોર્નસ્ટાર જહોની સિન્સની તસવીર હતી.