- શ્રીલંકા અને ભારત વચ્ચે સંરક્ષણ કરારો
- એક સમયે ચીન ત્યાં ધૂસ્યું હતું; પરંતુ આર્થિક કટોકટી સમયે ભારતે ઢગલાબંધ સહાય કરી હતી, વિદેશ મુદ્રા, ખાદ્ય પદાર્થો, ઇંધણ અને ઔષધીઓનો ધોધ વહાવ્યો હતો
કોલંબો : શ્રીલંકાના સામ્યવાદી પ્રમુખ અનુરાકુમાર દિશાનાયકેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેઆજે શનિવારે પત્રકાર પરિષદને સંયુક્ત રીતે કરેલાં સંબોધનમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે શ્રીલકા તેની ભૂમિનો ભારતને નુકસાન થાય તે રીતે કોઇને પણ કરવા નહીં દે અને આ વિસ્તારમાં પ્રાદેશિક અસ્થિરતા ઊભી થાય, તેવું પણ કશું કરવા નહીં દે.
શ્રીલંકાના પ્રમુખે નરેન્દ્ર મોદીને તે વિનંતિ કરી હતી કે તેની ખંડીય છાજલી કોન્ટીન્ટલ શેલ્ફની બહાર પણ તેના એકાકી આર્થિક વિસ્તાર એક્સક્લુઝિવ ઇકોનોમિકઝોન માટે શ્રીલંકાએ યુનાઇટેડ નેશન્સ કમિશન સમુદ્ર શ્રીલંકાએ કરેલી રજુાતને સમર્થન આપે.
ઓગસ્ટ ૨૦૨૨માં ચીનનું મિસાઇલ્સ અને સેટેલાઇટ ટ્રેકિંગ શિપ યુઆન વાંગ શ્રીલંકાનાં દક્ષિણનાં કુદરતિ બારાં હંબન ટોટા લાંગરવામાં આવ્યું. અને તે પછી ઓગસ્ટ ૨૦૨૩માં કોલંબોમાં ચીનનું યુદ્ધ જહાજ લાંગરવામાં આવ્યું, ત્યારથી શ્રીલકા અને ભારતના સંબંધોમાં ખટાશ પ્રસરી હતી. પરંતુ પછીથી તે બંને જહાજો વિદાય પણ થયાં.
વડાપ્રધાન મોદીની આજ શનિવારની માત્ર એક જ દિવસની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપક સંરક્ષણ કરારો થયા હતા. સાથે બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધો ઘનિષ્ટ કરવા સમજૂતી સાધી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે બંને દેશો વચ્ચેની સંરક્ષણ એકતા પણ મજબૂત બનાવવા નિર્ણય લેવાયો હતો અને જણાવવામાં આવ્યું હતું કે બંનેની સલામતી અને સંરક્ષણ પરસ્પર સાથે જોડાયેલાં છે.
કેટલાક વિશ્લેષકોનું સ્પષ્ટ મંતવ્ય છે. દિશાનાયકે દ્રઢ સામ્યવાદી હોવા છતાં ચીન જે રીતે તાઈવાનને ગળી જવા એક પગે થઇ રહ્યું છે અને તાઈવાનને ભયભીય કરવા તેને યુદ્ધ જહાજોથી ઘેરવા ઉપરાંત તાઈવાન ઉપર કે તેના જળ વિસ્તાર ઉપર રોજે રોજ યુદ્ધ વિમાનો તેની આકાશ સીમાને પણ વીંધી ઉડાડે છે.
તેથી તદ્દન વિરૂદ્ધ શ્રીલંકાની આર્થિક કટોકટી સમયે ભારતે આઈએસએફને હપ્તા આપવા માટે જરૂરી વિદેશ મુદ્રા મોકલી હતી. તેની પાસે તેેેલ માટે ડોલર્સ ન હતા. ત્યારે ભારતે ડૉલર્સ આપી તેને સહાય કરી તેની તેલની ટાંકીઓ ભરાવી આપી હતી. આઈએસએફમાં ભારતનાં વિત્તમંત્રી નિર્મલા સીતારામને શ્રીલંકાને લોન આપવા કરેલી સીફારસને લીધે તો તેને લોન મળી હતી.
શ્રીલંકાના ખ્યાતનામ ક્રિકેટર જયસૂર્યાએ કહ્યું હતું ભારતે મોટાભાઈની ભૂમિકા બરોબર ભજવી છે. આથી સહજ છે કે શ્રીલંકા હવે કોઈપણ દેશને તેની ભૂમિનો ઉપયોગ ભારત વિરૂદ્ધ થવા નહીં દે. ભારતે તેને ખાદ્ય પદાર્થો અને સુનામી સમયે પીવાનું પાણી પણ પૂરૃં પાડયું હતું તે શ્રીલંકાની જનતા પણ ભૂલી શકે તેમ નથી. ભારત અને શ્રીલંકા વચ્ચે સંરક્ષણ ઉપરાંત બીજા છ કરારો પણ થયા હતા.


