'વોશિંગ્ટન કમાન્ડર્સ' અને ડેટ્રોઈટ-લાયન્સ વચ્ચેની મેચ જોવા ટ્રમ્પ પહોંચ્યા ત્યારે સ્ટેડિયમમાં બેઠેલાઓએ પ્રમુખ સામે હોકારા-પડકારા કર્યા
વોશિંગ્ટન: નેશનલ ફૂટબોલ લીગની અહીં યોજાયેલી ફાઇનલ મેચ જોવા પ્રમુખ ટ્રમ્પ રવિવારે સ્ટેડીયમ પર પહોંચ્યા ત્યારે સેંકડો પ્રેક્ષકોએ પ્રમુખ સામે હોકારા કર્યા હતા. 'વોશિંગ્ટન-કમાન્ડર્સ' અને 'ડેટ્રોઇટ-લાયન્સ' વચ્ચે નેશનલ ફૂટબોલ લીગની મેચ જોવા ગયા ત્યારે અને તે પછી હાફ-ટાઈમો પ્રેસિડેન્ટે મિલિટરી પર્સોનેલ અંગેના ઓથ (સોગંદનામું) વાંચવું શરૂ કર્યું ત્યારે પણ પ્રેક્ષકોએ તેમની સામે દેકારો શરૂ કરી દીધો હતો.
આ પૂર્વે પ્રમુખ ટ્રમ્પ એન્ડ્રૂઝ એરફોર્સ બેઝ પર એરફોર્સ-વનમાંથી ઉતર્યા ત્યારે પત્રકારો તેઓને ઘેરી વળ્યા. પરંતુ તેઓએ કહ્યું કે, 'હું મોડો પડયો છું તેથી ઉતાવળમાં છું માટે તમારા પ્રશ્નોના જવાબો આપી શકીશ નહીં. પરંતુ તેઓએ તેટલું તો જરૂર કહી દીધું કે ડેમોક્રેટસે ખુલ્લા થવાની જરૂર છે.' આ રીતે તેઓએ ચાલી રહેલા શટ-ડાઉન સામે ડેમોક્રેટસ દ્વારા થતા તેના વિરોધ ઉપર ટોણો માર્યો હતો.
એન.એલ.એફ.ના રેકોર્ડ પ્રમાણે રેગ્યુલર સીઝન મેચ જોનારા ટ્રમ્પ ત્રીજા પ્રમુખ (છેલ્લા પચાસ વર્ષમાં) બની રહ્યાં છે. તેઓ પૂર્વે રીચાર્ડ નિકસન ૧૯૬૯માં ફાયનલ મેચ સમયે જોવા ગયા હતા પછી ૧૯૭૮માં જીમી કાર્ટર તે મેચ જોવા ગયા હતા. ટ્રમ્પ ત્રીજા પ્રમુખ છે કે જેઓ તે મેચ જોવા ગયા હોય. પરંતુ ત્યાં તેઓને 'શટ-ડાઉન'ને લીધે પ્રેક્ષકોનો વિરોધ સહન કરવો પડયો હતો.
અમેરિકા પૂર્વત: લોકશાહી દેશ હોવાથી અહિંસક રીતે કોઈને પણ પ્રમુખનો સુદ્ધાંત વિરોધ કરવાની છૂટ છે. એકાધિકારવાદી દેશો જેવા કે ચીન કે ઉ.કોરિયામાં તે વિચારી પણ શકાય તેમ નથી.


