- પૃથ્વીથી 50,000 કી.મી. ઊંચે થયેલી 'અંતરિક્ષ - દુર્ઘટના'
- આ સેટેલાઈટ ઓપરેટ કરનાર કંપની હીસડેસેટમાં ભારતની ઇન્દ્રા ગુ્રપ કંપની મોટો હિસ્સો ધરાવે છે, તેણે કહ્યું છે કે સેટેલાઈટને નુકસાન થયું છે
નવી દિલ્હી : સ્પેને તાજેતરમાં જ વહેતો મુકેલો 'સ્પેનિશ મીલીટરી કોમ્યુનિકેશન સેટેલાઇટ' સાથે સ્પેસમાં ઘૂમી રહેલું એક સ્પેસ- પાર્ટિકલ અથડાતા તેને ભારે નુકસાન થયું છે. આ સેટેલાઇટ સ્પેનિશ સરકાર અને તેના સશસ્ત્ર દળોને ચોક્કસ માહિતી પહોંચાડવાના મેજર પ્રોગ્રામના ભાગરૂપે અંતરિક્ષ સ્થિત કરવામાં આવ્યો હતો.
સ્પેનિશ- સેટ- પ્રોગ્રામના ભાગરૂપે અંતરિક્ષ સ્થિત કરાયેલો આ બીજો સેટેલાઇટ (ઉપગ્રહ) છે. આ પૂર્વે ૨૦૨૫માં પણ આવો જ એક સેટેલાઇટ અંતરિક્ષમાં તરતો મૂકવામાં આવ્યો હતો. વિજ્ઞાાનીઓનું કહેવું છે કે, પૃથ્વીથી ૫૦,૦૦૦ કિલોમીટર ઉપર આ દુર્ઘટના બની હતી તેના પરિણામે તે સેટેલાઇટ હવે ધાર્યું કામ કરી નહીં શકે તેથી સ્પેનના કોમ્યુનિકેશન નેટવર્કમાં પણ ખલેલ પડી છે.
આ સેટેલાઇટ હીસડેસેટમાં ભારતીય કંપની ઇન્દ્રા ગ્રુપ મોટો હિસ્સો ધરાવે છે. તે કંપનીએ પણ જણાવ્યું છે કે તે સેટેલાઇટને ભારે નુકસાન થયું છે. આથી તે હવે નિર્ધારિત કાર્યવાહી નહીં કરી શકે. સ્પેનની મીનીસ્ટ્રી ઓફ ડીફેન્સે ઇન્દ્રા-ગ્રુપના અધિકારીએ આપેલ આ માહિતીને પુષ્ટિ આપી છે.
આ સેટેલાઇટ (ઉપગ્રહ) તા. ૨૩, ઓક્ટોબર ૨૦૨૫ના દિવસે કેમ કેનવેસ્ટ સ્પેસ ફોર્સ સ્ટેશન ઉપરથી સ્પેસ- ઠ ફાલ્કન ૯ રોકેટ દ્વારા અંતરિક્ષ સ્થિત કરાયો હતો.


