World

ચીન પછી ઉ.કોરિયા પર ટ્રમ્પની પુષ્પ વર્ષા : તે પણ દ.કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગની મુલાકાત પહેલાં

By GS TEAM
26 Aug 20252 mins read
ચીન પછી ઉ.કોરિયા પર ટ્રમ્પની પુષ્પ વર્ષા : તે પણ દ.કોરિયાના પ્રમુખ લી જે મ્યુંગની મુલાકાત પહેલાં

- દક્ષિણ કોરિયાના પ્રમુખ લી-જે-મ્યુંગ ટ્રમ્પને મળવા વ્હાઇટ હાઉસ ગયા તે પૂર્વે થોડા સમયે જ ઉનની પ્રશંસા પોસ્ટ કરી સ્થિતિ ગૂંચવી દીધી

વોશિંગ્ટન (ડી.સી) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઉનની યાદ આવે છે. તેમની સાથેની મિત્રતાની યાદ આવે છે. ટ્રમ્પે સોમવારે કહ્યું કે, કીમ-જોંગ-ઉન સંભવત: તેઓને ફરીવાર મળી શકશે. ટ્રમ્પે આ ઈચ્છા તેવે સમયે જણાવી હતી કે, જ્યારે દક્ષિણ કોરિયાના પ્રમુખ લી-જે-મ્યુંગ તેઓને મળવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા તે પૂર્વે જાહેર કરી. આ રીતે પ્રમુખ લી-જે-મ્યુંગને તેઓએ 'અજીબો-ગરિબ' સ્થિતિમાં મુકી દીધા.

વાસ્તવમાં ટ્રમ્પે લી-જે-મ્યુંગ વ્હાઈટ હાઉસમાં પહોંચ્યા તેના થોડા સમય પૂર્વે જ ટ્રમ્પે સોશ્યલ મીડીયા પર મુકેલાં પોસ્ટમાં દ.કોરિયાની નિંદા કરી હતી. આ પોસ્ટની શરૂઆત આ રીતે કરી - દક્ષિણ કોરિયામાં શું ચાલી રહ્યું છે ? સાથે શુદ્ધીકરણ કે ક્રાંતિનો પણ ઉલ્લેખ કર્યો. આમ છતાં દક્ષિણ કોરિયાના પ્રમુખે ટ્રમ્પની પ્રશંસા કરી.

બીજી તરફ ટ્રમ્પે તેઓના પોસ્ટ ઉપર લખ્યું 'મારા પહેલા કાર્યકાળમાં ઉન સાથે ત્રણ વખત મુલાકાત થઈ, તેઓ સાથે મારે ઘણા સારા સંબંધો છે.'

ટ્રમ્પ ભલે કી-જોંગ-ઉનની પ્રશંસા કરે, પરંતુ નક્કર વાસ્તવિકતા તે છે કે ઉને યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવા તેના સૈનિકો મોકલ્યા હતા. બીજી તરફ તેણે પરમાણુ શસ્ત્રો અને પરમાણુ શસ્ત્ર લઈ જાય તેવા ૧૨,૫૦૦ કી.મી. દૂર સુધી પ્રહાર કરી શકે તેવા આઈ.સી.પી.એમ્સનો પણ જથ્થો વધારતું જાય છે. તે આઈસીપીએમ્સ ન્યૂયોર્ક બાલ્ટીમોર, વોશિંગ્ટન ડીસી અને છેક ફલોરિડાનાં માયામી સુધી પ્રહાર કરી શકે તેવા છે તે બધું ભૂલી ટ્રમ્પે ઉનના વખાણ કર્યાં અને તે એવા સમયે કે જ્યારે દ.કોરિયાના પ્રમુખ તેમને મળવા ગયા હતા.