વાસ્તવમાં અમેરિકાએ આ પરિષદનો બોયકોટ કર્યો હતો
આ નેતાઓની શિખર પરિષદ છે તેમાં રાષ્ટ્ર કે સરકારના વડા કે પ્રમુખે નિયુક્ત કરેલા વિશેષ દૂત કે મંત્રી ઉપસ્થિત રહે તે યોગ્ય છે
આ વિષે સ્પષ્ટતા કરતાં દક્ષણ આફ્રિકાના વિદેશ મંત્રી રોનાલ્ડ બામોઢાએ કહ્યું હતું કે ઃ આ નેતાઓની શિખર પરિષદ છે. તેમાં રાષ્ટ્ર કે સરકારના વડા, કે રાષ્ટ્રના સર્વોચ્ચે નિયુક્ત કરેલા વિશેષ દૂત કે મંત્રી ઉપસ્થિત રહે તે યોગ્ય છે. પરંતુ કોઈ જુનિયર ઓફિસરને તેનું પ્રમુખ પદ સોંપી જ ન શકાય.
દક્ષિણ આફ્રિકામાં આવાં સ્પષ્ટ વલણથી અમેરિકાને આંચકો લાગે તે સહજ છે. પરંતુ પ્રાપ્ય માહિતી પ્રમાણે જી-૨૦ શિખર પરિષદમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રોના વડાઓ અને સરકારોના વડાઓ મનમાં ખુશ થયા હતા. તે પૈકીના લગભગ તમામ માને છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવેલા ટેરિફના કોરડા સામે સાઉથ આફ્રિકાનો આ સણસણતો જવાબ છે. અમેરિકાને તે દર્શાવી દેવું હવે અનિવાર્ય બન્યું છે કે તે જગત જમાદાર બની સૌને તો દબાવી શકે કે ના તો દબડાવી શકે.
આ તબક્કે તે પણ ઉલ્લેખનીય છે કે ભારતના વડા પ્રધાને સેરિલ રામ ફોસા સહિત તે શિખર વાસ્તવમાં અમેરિકાએ તો પહેલાં આ શિખર પરિષદનો બોય કોટ કરી ભાગ લેવાની ના પાડી હતી. પરિષદમાં ઉપસ્થિત સૌ કોઇની સાથે હળીમળીને વાત કરતાં સૌનાં દિલ જીતી લીધાં હતાં. તેઓએ ખાસ કરીને કેનેડાના વડાપ્રધાન કાર્ની સાથે ભારત-કેનેડા સંબંધો અને કેનેડા સ્થિત ભારતીયો વિષે સવિસ્તર ચર્ચા કરી હતી. ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોની તો તેઓ ઉપર ઘણાં ખુશ થયાં. તેઓ ચીનના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવમાં હવે જોડાવાનાં નથી, પરંતુ ભારતની સાગર યોજના પ્રત્યે આકર્ષાયાં છે. સાઉથ આફ્રિકા અને આફ્રિકાના દેશોમાં મહાત્મા ગાંધીની યાદ તાજી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેદાન મારી દીધું છે. આર્થિક સરકાર ટેકનોલોજીની આપલે એ-આઈ, તેમજ વ્યાપાર વાણિજ્ય વગેરેની સમજૂતીઓ થઇ જ હતી. પરંતુ પૂ. બાપુનાં નામે આફ્રિકાના દેશો ભારત પ્રત્યે ખરેખરા ખેંચાયા છે તે નિર્વિવાદ છે.
હવે જી-૨૦નું ૨૦૨૬નું પ્રમુખપદ કોને આપવું તે વિષે પ્રમુખના પેલેસમાં ચર્ચા થવાની છે કે કદાચ વિદેશમંત્રાલય બિલ્ડીંગમાં ખાતે ચર્ચા થશે.


