World

કેનેડામાં હિંસા ફેલાવવાના હેતુથી કેટલાક રાજકીય પક્ષ ખાલિસ્તાનીઓને ટેકો આપે છે

By GS TEAM
6 Sep 20251 min read
કેનેડામાં હિંસા ફેલાવવાના હેતુથી કેટલાક રાજકીય પક્ષ ખાલિસ્તાનીઓને ટેકો આપે છે

- કેનેડાના વિત્ત મંત્રાલયનો ચોંકાવનારો અહેવાલ

- માત્ર ખાલિસ્તાની જ નહીં : અન્ય ત્રાસવાદી જૂથો પણ કોઈને કોઈ રાજકીય પક્ષ પાસેથી નાણાં મેળવી રહ્યાં છે

ઓટાવા : કેનેડાના વિત્ત મંત્રાલયે એક ચોંકાવનારો અહેવાલ રજૂ કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, માત્ર ખાલીસ્તાનીઓ જ નહીં અન્ય તોફાની જૂથો પણ કેટલાક રાજકીય પક્ષો પાસેથી દેશમાં હિંસા ફેલાવવા નાણાં મેળવી રહ્યા છે.

૨૦૨૫નો 'મની લોડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાયનાન્સિના રિરક્સ' નામક અહેવાલમાં અંદાજ અપાયો છે કે, 'બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ' અને ઈન્ટરનેશનલ શિખ યુથ ફેડરેશન જેવાં ખાલીસ્તાન તરફી જૂથોને પોલિટિક્સ મોટીવેટેડ વાયોલન્ટ એકસ્ટ્રિ લિગલ (પીએમવીઈ) વિભાગમાં મુકવામાં આવ્યા છે. તેને કહેવાતી 'સ્વૈચ્છિક સંસ્થાઓ અને સખાવતી સંસ્થાઓ આર્થિક સહાય કરી તેમના હેતુઓ બર લાવવામાં મદદ કરે છે.'

આ અહેવાલમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, આવા જૂથો પોતાનો પ્રભાવ પાથરવા માટે હિંસાનો આશ્રય લે છે. તેમને કેનેડીયન કીમીનલ કોડ પ્રમાણે ત્રાસવાદી જૂથોમાં મુકવામાં આવ્યાં છે. આ પૈકી ખાલીસ્તાની જૂથ ભારતના પંજાબ રાજ્યમાં 'સ્વતંત્ર' ખાલિસ્તાન સ્થાપવા માગે છે.

આ અહેવાલે હમાસ અને હીઝબુલ્લાહને સારી રીતે ધન પ્રાપ્ત કરનારા જૂથો કહ્યાં છે. તેને કહેવાતી સ્વૈચ્છિક સંસ્થાઓ (નોન-પ્રોફિટ-ઓર્ગેનાઇઝેશન્સ) (એનપીઓ) આર્થિક સરાય કરે છે. કેનેડામાં જાસૂસી તંત્રે પણ આ પ્રકારનો અહેવાલ આપ્યો છે. આથી ભારતનું તે કથન સાચું ઠરે છે કે, 'કેનેડા ભારત વિરોધી તત્વો માટે સલામત સ્વર્ગ બની ગયું છે.'