World

અમેરિકાને ઠેંગો બતાવી ભારતે કરી મોટી તૈયારી! ફ્રાન્સ સાથે મળીને બનાવશે સ્ટીલ્થ જેટ એન્જિન

By GS TEAM
23 Aug 20252 mins read
TukuTouch Logo
ભારત અને ફ્રાન્સ હવે સાથે મળીને એક શક્તિશાળી જેટ એન્જિન બનાવશે. આ એન્જિન ભારતનાં સ્વદેશી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર અને અન્ય આધુનિક વિમાનો માટે હશે. આ પ્રોજેક્ટથી બંને દેશોની ભાગીદારી વધુ મજબૂત થશે. DRDO આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મંજૂરી માટે જલ્દી જ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીને મોકલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાને ઠેંગો બતાવી ભારતે કરી મોટી તૈયારી! ફ્રાન્સ સાથે મળીને બનાવશે સ્ટીલ્થ જેટ એન્જિન

India to develop Stealth Fighter Jet with France: ભારત અને ફ્રાન્સ હવે સાથે મળીને એક શક્તિશાળી જેટ એન્જિન બનાવશે. આ એન્જિન ભારતનાં સ્વદેશી પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર અને અન્ય આધુનિક વિમાનો માટે હશે. આ પ્રોજેક્ટથી બંને દેશોની ભાગીદારી વધુ મજબૂત થશે. DRDO આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની મંજૂરી માટે જલ્દી જ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીને મોકલશે.

ફ્રાન્સની કંપની 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે 

મીડિયા રિપોર્ટ મુજબ, ફ્રાન્સની કંપની એક કરાર હેઠળ ભારતને 100% ટેકનોલોજી ટ્રાન્સફર કરશે. ભારત અને ફ્રાન્સની આ કંપની સાથે મળીને ભારતમાં જ 120 કિલોન્યુટન થ્રસ્ટવાળા એન્જિનનું નિર્માણ કરશે. DRDOએ સાફરાન (Safran) કંપનીના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ કંપનીએ અગાઉ પણ ભારતમાં હેલિકોપ્ટર માટે એન્જિન બનાવ્યા છે.

DRDOનું કહેવું છે કે સાફરાન કંપની પાંચમી પેઢીના લડાકુ વિમાન AMCA માટે એક સારો વિકલ્પ છે. આ પ્રોજેક્ટમાં DRDOની લેબ ગેસ ટર્બાઇન રિસર્ચને પણ સામેલ કરવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 7 અબજ ડોલર થશે.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આપી મંજૂરી

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું છે કે, 'ભારત માટે પોતાના દેશમાં જ પાંચમી પેઢીના લડાકુ વિમાન બનાવવા ખૂબ જરૂરી છે. ભારતે ફાઈટર જેટ એન્જિન બનાવવા માટે પહેલ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ વિમાનોની અછત અંગે એક પત્ર લખ્યો હતો, જેમાં જણાવાયું હતું કે નજીકના ભવિષ્યમાં કેટલાક વિમાનો રિટાયર થવાના છે અને તેથી વધુ વિમાનોને સેનામાં સામેલ કરવાની જરૂર છે.'

સાફરાન સાથે IPનું સંપૂર્ણ માલિકી ભારત પાસે રહેશે

બીજી તરફ, હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL) અને જનરલ ઇલેક્ટ્રિક (GE) વચ્ચે હજી સુધી સાથે મળીને વિમાનના એન્જિન બનાવવા અંગે અંતિમ ડીલ થઈ નથી. આ માટે 1.5 બિલિયન ડોલરમાં 80% ટેકનોલોજી ટ્રાન્સફર થવાની છે. અધિકારીઓનું કહેવું છે કે સાફરાન સાથે જે પ્રોજેક્ટ શરૂ થશે, તેમાં ભારત પાસે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP)નું સંપૂર્ણ માલિકી અને લાઇસન્સિંગ નિયંત્રણ હશે.

આ પહેલાં, રક્ષા મંત્રાલયે મે મહિનામાં 25 ટનના AMCA પ્રોટોટાઇપના વિકાસ માટે એક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. નોંધનીય છે કે જેટ એન્જિનના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનો દબદબો છે, પરંતુ ફ્રાન્સ સાથે મળીને ભારતના આ પગલાથી અમેરિકાનો દબદબો ઓછો થશે.