કાબૂલ,૨૪ જાન્યુઆરી,૨૦૨૬,શનિવાર
અફઘાનિસ્તાનમાં ખરાબ હવામાન અને બરફના તોફાનથી ભારે ખુંવારી થઇ છે. જુદા જુદા પ્રાંતમાં ત્રણ દિવસથી ચાલતી આ કુદરતી આફતમાં ૬૧ લોકોના મુત્યુ થયા છે. અફઘાનિસ્તાનના ડિઝાસ્ટર વ્યવસ્થાપનના જણાવ્યા અનુસાર ૧૧૦ લોકો ઘાયલ પણ થયા છે. ઘરોને મોટા પાયે નુકસાન થયું છે. એક મુખ્ય હાઇવે બંધ થઇ જવાથી સેંકડો પ્રવાસીઓ ફસાઇ ગયા છે. સાલંગ રાજમાર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે.
રાહત અને બચાવકર્મીઓ મધ્ય બામયાન પ્રાંતમાં એક પર્વતની ખીણમાં ફસાયેલા પ્રવાસીઓને ખોરાક-પાણી પહોંચાડી રહયા છે. બરફવર્ષા ઉપરાંત ભૂસ્ખલનની ઘટનામાં ૪૫૮ જેટલા ઘરોને નુકસાન થયું છે અથવા તો સંપૂર્ણ રીતે નાશ પાંમ્યા છે. અફઘાનિસ્તાનના પાડોશી દેશ પાકિસ્તાનના ખૈબર પખ્તનખ્વામાં પણ વિષય હવામાનના પગલે જાનમાલને નુકસાન થયું છે. હિમ સ્ખલનના પગલે પરિવારના ૯ લોકોના મોત થયા છે. પર્વતીય ચિત્રાલ જિલ્લાના ડોમેલ ક્ષેત્રમાં આ ઘટના બની હતી. સ્થાનિય પ્રશાસનના જણાવ્યા અનુસાર ખૈબર જિલ્લાની તિરાહઘાટીમાં બચાવ અભિયાન ચાલું છે.


