સ્માર્ટ ડિવાઈસથી ઈઝરાયેલની જાસૂસી કરી ડેટા ચીન મોકલાતો
ઈઝરાયેલે ચીનની ઈલેક્ટ્રિક કારનો સપ્લાય રોક્યો
ચીનની ઈલેક્ટ્રિક કારો અદ્યતન સેન્સર સિસ્ટમ, અત્યાધુનિક સંચાર ક્ષમતાથી સજ્જ હોવાનો દાવો
સાયબર અને સુચના સુરક્ષા નિષ્ણાતોના સતત દબાણ પછી સંરક્ષણ મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં આઈડીએફના અધિકારીઓને અપાતી ચીનની ઈલેક્ટ્રિક કારોના હાઈ સિક્યોરિટી ઝોનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આઈડીએફના સ્થળોમાં પ્રવેશ માટે ઈમરજન્સી ઈ-કોલ સિસ્ટમ અને દુર્ઘટનાની સ્થિતિમાં ઓટોમેટિક સંચાલિત ઈમરજન્સી હોટલાઈન સાથે સંપર્ક કરવા માટે ડિઝાઈન કરાયેલી સિસ્ટમને સંપૂર્ણપણે ડિસકનેક્ટ કરી દેવાઈ છે, જેથી બહારની દુનિયા સાથે કારનો સીધો સંપર્ક સમાપ્ત થઈ શકે.
ઈઝરાયેલના સુરક્ષા નિષ્ણાતોનો દાવો છે કે ચીનની ઈલેક્ટ્રિક કારો અત્યાધુનિક સંચાર ક્ષમતા સાથે અદ્યતન સેન્સર સિસ્ટમથી સજ્જ છે, જેથી તે સરળતાથી વાહનની અંદર બેઠેલા લોકો અને આજુબાજુના વિસ્તારોના વ્યાપક પ્રમાણમાં વિઝ્યુઅલ, ઓડિયો અને બાયોમેટ્રિક માહિતી એકત્ર કરી શકે છે. સાથે જ આ માહિતી સીધા જ ચીનના સર્વરમાં મોકલી શકે છે. આ કાર લોકો, સંસ્થાઓ અને કેટલાક ક્ષેત્રોમાં વાહનોના આવાગમન અંગે ખૂબ જ સારી ગુપ્ત માહિતી ચીન મોકલી શકે છે.