વિશ્વનો સૌથી નાનો દેશ, વસ્તી છે માત્ર 27 લોકોની, બીજી ખાસિયત જાણીને ચોંકી ઉઠશો
આ દેશ નાનો હોવાથી દુનિયાના મેપમાં પણ શોધી શકાતો નથી.
પોતાની ટપાલ ટીકિટ,પાસપોર્ટ અને કરન્સી પણ બહાર પાડી છે
લંડન,27 એપ્રિલ,2022,બુધવાર
વિશ્વમાં એક બાજુ રશિયા, બ્રાઝિલ, ઓસ્ટ્રલિયા, અમેરિકા અને ભારત જેવા વિશાળ દેશો છે તો બીજી બાજુ નાના દેશોની પણ એક અનોખી દુનિયા છે. જો કે એ જાણીને નવાઇ લાગશે કે સીલેન્ડ નામના દેશની વસ્તિ માત્ર ૨૭ લોકોની છે.
આનું કુલ ક્ષેત્રફળ દૂરથી ટેનિસ કોર્ટ જેટલું લાગે છે.સીલેન્ડનો સરફેશ એરિયા ૬૦૦૦ વર્ગ ફૂટ છે. આ બચુકડો દેશ ઇગ્લેન્ડથી સફોલ્ફ ઉતરી સમુદ્ર તટ બાજુ ૧૨ કિમીના અંતરે આવેલો છે. આ દેશ નાનો હોવાથી દુનિયાના મેપમાં પણ શોધી શકાતો નથી.હાલમાં તો તે ખંડેર બની ગયેલા જૂના કિલ્લાથી વધુ કશું જ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ જગ્યાનો ઉપયોગ બ્રિટન દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એન્ટી એરક્રાફટ ડિફેન્સિવ ગન પદાર્થ તરીકે બનાવ્યો હતો.૧૯૬૭માં રોય બેટસ નામના મેજરે આ જગ્યા પર કબ્જો મેળવીને સ્વતંત્ર ભૂમિ જાહેર કરી હતી.ત્યાર બાદ તે પોતાના પરીવાર અને માણસો સાથે અહીંજ રહેવા લાગ્યો હતો.
આ દરમિયાન રોય બેટસે સીલેન્ડ દેશની ટપાલ ટીકિટ,પાસપોર્ટ અને કરન્સી પણ બહાર પાડી હતી. કરન્સી પર પત્નિ જોન બેટસની તસ્વીર છે .સિલેન્ડને લાલ.સફેદ અને કાળા રંગનો પોતાનો ધ્વજ પણ છે.
ઓકટોબર ૨૦૦૨માં રોય બેટસના અવસાન પછી તેમના પુત્ર માઇકલ બેટસ સિલેન્ડના રાજકુમાર છે. તે પણ પિતાની જેમ પત્નિ લોરેન અને પુત્રી કારલોટ સાથે સીલેન્ડમાં રહે છે. ખૂબજ ઓછું ક્ષેત્રફળ ધરાવતા સિલેન્ડ પાસે આજીવિકાના પોતાના સાધનો નથી.
બ્રિટન જેવા દેશો અને પ્રવાસીઓની મદદ પર જીવે છે. જો કે સીલેન્ડને હજુ આંતરરાષ્ટ્રીય દેશ તરીકે માન્યતા મળવાની બાકી છે. આથી ૪૪ એકરમાં પથરાયેલો અને ૫૦૦ની વસ્તી ધરાવતો વેટિકન દેશ હજુ સુધી સૌથી નાનો ગણાય છે.