વૃધ્ધો અને બાળકોની બીમારી મટાડતા નાની કદ કાઠીવાળા ઘોડા
આ નાના અશ્વો અંદાજે ૭૫ સેમી જેટલી ઉંચાઇ ધરાવે છે.
ઘોડા બાળકો અને વડીલોને હિલિંગ થેરાપીનું કામ કરી રહયા છે.
એથેન્સ,12 માર્ચ,2025,બુધવાર
ગ્રીસની રાજધાની એથેન્સમાં ખાસ કરીતે તાલીમ પાંમેલા નાની કદ કાઠી ધરાવતા ઘોડા બાળકો અને વડીલોને હિલિંગ થેરાપીનું કામ કરી રહયા છે. આ નાના અશ્વો અંદાજે ૭૫ સેમી જેટલી ઉંચાઇ ધરાવે છે.
ગ્રીસમાં એક સંસ્થા છે તેના માર્ગદર્શન હેઠળ બીમાર લોકોને મદદ કરવાની આ અનોખી પ્રવૃતિ થઇ રહી છે. આ પ્રવૃતિ ૨૦૧૪માં મિના કારાગિઆન્ની નામની એક મહિલા આર્કિટેકટ અને ડિઝાઇનર દ્વારા શરુ થઇ હતી.
ં મિના કારાગિઆન્ની માલીકો દ્વારા ત્યજી દેવાયેલા ટટ્ટુ ઘોડાને સાચવી રાખ્યા છે. નવ વર્ષની જોસિફિના ઇવી નામની વિધાર્થીની સ્કૂલ નાના ઘોડાને સાથે લઇને જાય છે. પોતાની ગુલાબી વ્હિલચેર પર બેસીને જોસિફિનાને ઘોડો દરરોજ સ્કૂલ પરિસરમાં ઘુમાવે છે. સ્કૂલ પરિસરમાં ઘોડા સાથે જોસિફિના પણ ખૂબ ખૂશ રહે છે. એથેન્સના બાળકો નાનકડા ઘોડા પર બેસવાનું ખૂબ પસંદ કરે છે.
બાળકો પ્રથમવાર કોઇ જાનવરને સ્પર્શ કરવો એક જુદો જ અનુભવ બની જાય છે.ઓટિઝમથી પીડાતા બાળકો અથવા તો અન્ય માનસિક બીમારી ધરાવતા બાળકો શરુઆતમાં ઘોડા પર સવારી કરતા ખૂબ ડરતા હતા પરંતુ હવે ઓતપ્રોત થઇ ગયા છે. ઘોડાની મદદથી આપવામાં આવતી વિશિષ્ટ થેરાપીને એકવાઇન આસિસ્ટેડ થેરેપી (ઇએટી) કહેવામાં આવે છે. હરવા ફરવાની તકલીફ અનુભવતા બાળકો તથા વડીલો
ના શરીર અને મન પર સકારાત્મક અસર થતી હોવાનું માનવામાં આવે છે. અમેરિકામાં ફલોરિડા ખાતે આ પ્રકારની ચેરિટી સંગઠન ચાલે છે. તેમાંથી પ્રેરણા લઇને એથેન્સમાં શરુ થયેલી પ્રવૃતિ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થયેલા બાળકોના ચહેરા પર સ્મિત લાવે છે. માનસિક સ્વાસ્થ્ય માટે તાલીમ પાંમેલા ઘોડા સ્કૂલ જ નહી હોસ્પિટલ અને કેર હોમમાં પણ જોવા મળે છે.
અત્યાર સુધી ૧૨૦૦૦થી વધુ બાળકો અને વડિલોને નાની કદ કાઠી ધરાવતા ઘોડાઓ પર સવારી કરવાની તક મળી છે. ઘોડાપાલન અને ઘોડા સાથેની મૈત્રીનો સદીઓ જુનો ઇતિહાસ છે પરંતુ માનસિક સ્વાસ્થ્યની સારવાર માટે ઘોડાઓનો આધુનિક ઉપયોગ ૧૯૯૦ના દાયકાથી થાય છે.
એકવાઇન આસિસ્ટેડ થેરેપી (અશ્વ સહાયિત ઉપચાર)ની અસરકારકતા કેટલી છે તે અંગે હજુ પણ સંશોધનો ચાલું છે પરંતુ એક ભાવનાત્મક સંબંધો સારી અસર પેદા કરે છે. વડીલોને જે ઘોડા પર બેસાડવામાં આવે છે તેમની સવારી સાથે પ્રશિક્ષક અને મદદ માટે બે સ્વયંસેવકો પણ હોય છે.
આ ઘોડાઓને રાખવા માટે મેજીકલ ગાર્ડન નામનો તબેલો તૈયાર કરવામાં આવ્યો હતો. કોરોના મહામારી દરમિયાન ઘોડાની દેખરેખ અને માવજતના લીધે ખૂબ આર્થિક ખર્ચ ઉઠાવવો પડયો હતો.