World

6 વર્ષનો બાળક 16 લાખ પાઉન્ડનાં ડ્રગ રેકેટમાં ઝડપાયો, મોરેશિયસની આંચકાજનક ઘટના

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
મોરેશિયસમાં સર શિવસાગર રામગુલામ એરપોર્ટ પર 16 લાખ પાઉન્ડનું ડ્રગ કેનબિસની હેરાફેરીમાં એક 6 વર્ષનો છોકરો પણ પકડાતાં સનસનાટી મચી ગઈ હતી. તે બાળક ઉપરાંત બીજા 6 પણ આ ડ્રગ રેકેટમાં પકડાયા છે. આ પૈકી પાંચ બ્રિટિશ નાગરિક છે. જ્યારે એક રોમાનિયન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

6 વર્ષનો બાળક 16 લાખ પાઉન્ડનાં ડ્રગ રેકેટમાં ઝડપાયો, મોરેશિયસની આંચકાજનક ઘટના

Drugs Racket news : મોરેશિયસમાં સર શિવસાગર રામગુલામ એરપોર્ટ પર 16 લાખ પાઉન્ડનું ડ્રગ કેનબિસની હેરાફેરીમાં એક 6 વર્ષનો છોકરો પણ પકડાતાં સનસનાટી મચી ગઈ હતી. તે બાળક ઉપરાંત બીજા 6 પણ આ ડ્રગ રેકેટમાં પકડાયા છે. આ પૈકી પાંચ બ્રિટિશ નાગરિક છે. જ્યારે એક રોમાનિયન છે.

આ બધા બ્રિટિશ એરબેઝની લંડનથી ગેટલિક જતી ફ્લાઇટમાં હતા. આ ફ્લાઇટ અહીં આવી પહોંચતાં કસ્ટમ્સ અધિકારીઓએ એન્ટી ટ્રાફિક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સ્નિફર ટોગ્ઝને કાર્યરત કરવામાં આવ્યા હતા. જેઓએ આ ડ્રગ પકડી પાડયું હતું તે કુતરાઓએ કુલ 161 કી.ગ્રા. જેટલું કેનબિસ તે પ્રવાસીઓની સૂટકેસમાં પકડી પાડયું હતું. તે પૈકી 24 પેકેજ દરેકમાં 14 કીગ્રા જેટલું ડ્રગ આ બાળકના લગેજમાં મળી આવ્યું હતું. તેની 35 વર્ષની માતા પાસેથી 29 પેકેજ પકડાયાં હતાં. જ્યારે તેના રોમાનિયન પાર્ટનર પાસેથી 32 પેકેજ પકડાયાં હતાં. આ ડ્રગની કિંમત આશરે 16 લાખ પાઉન્ડ જેટલી થવાનો સત્તાવાળાઓનો અંદાજ છે.

આ છએ છ આરોપીઓને સાહેબર્ગના મેજિસ્ટ્રેટે કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ બાળક અંગે અહીં રહેલાં બ્રિટિશ હાઈકમિશને તત્કાળ ચક્રો ગતિમાન કરી તે બાળકને ઇંગ્લેન્ડ પાછો મોકલી દીધો હતો. લંડનનાં હીથ્રો એરપોર્ટ ઉપર તેના પિતાને સોંપી દેવામાં આવ્યો હતો. આ બાળકની સહજ રીતે ધરપકડ કરવામાં આવી ન હતી. કારણ સહજ હતું કે છ-સાત વર્ષના બાળકને ખબર કઇ રીતે પડે કે તેની બેગમાં જે પેકેટ મુકાયું છે તેમાં ડ્રગ છે.