- આ કૃત્ય ત્રાસવાદી હોવાનું અને ગણતરીપૂર્વકનું હતું
- ફાયર બોમ્બ ફેંકનાર મોહમ્મદ સુલેમાનની ધરપકડ કરાઈ રક્ષકોના ગોળીબારથી તેને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર અપાઈ
બોલ્ડર, કોલોરાડો : યુનિવર્સીટી ઓફ કોલોરાડો પાસેના પર્લ સ્ટ્રીટ મોલ પાસે રવિવારે યોજાયેલા રન ફોર ધેર લાઈવ્ઝ કાર્યક્રમમાં મોલોટોલ કોકટેઈલ (ફાયર બોમ્બ) ફેંકતાં ૬ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. બીજા કેટલાઓને ઓછા વત્તા દાહ થયા હતા. તે પૈકી એક યુવતીને તો આખાં શરીરે દાહ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ફાયર બોમ્બ ફેંકનારના પગમાં ગોળી મારી તેને મોલના રક્ષકોએ નાસી જવા દીધો ન હતો. તેની ધરપકડ કરવામાં આવી. તે ૪૫ વર્ષનો મોહમ્મદ યુનુસ નામક શખ્સ હોવાનું જાણવા મળ્યું છે.
એફબીઆઈના ડીરેક્ટર કાશ પટેલે (કશ્યપ પટેલે) આ ઘટનાને ગણતરી પૂર્વકની ત્રાસવાદી ઘટના હોવાનું જણાવ્યું હતું. અને વધુમાં કહ્યું હતું કે આ હુમલો બરોબર નિશાન સાધી કરવામાં આવ્યો હતો. જ્યારે કોલોરાડોના એટર્ની જનરલ ફીલ વીઝેર કહ્યું કે મેં જે જૂથને નિશાન બનાવવામાં આવ્યુ ંહતું તે જૂથને હેઈટ ક્રાઈમનું નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ જૂથ દર રવિવારે હમાસે બંદીવાન રાખેલાઓની મુક્તિ માટે એકત્રિત થાય છે અને ઇઝરાયેલ તરફી દેખાવો યોજે છે.
નિરીક્ષકો પણ આ કૃત્યને સ્પષ્ટ ત્રાસવાદી કૃત્ય તરીકે કહેતાં જણાવે છે કે ગાઝા યુદ્ધને લીધે યહુદી વિરોધી ઊભી થયેલી ઝૂંબેશના જ આ જૂથ એક ભાગ રૂપે છે.
સોશ્યલ નેટવર્ક 'ઠ' ઉપર કરેલા પોસ્ટમાં ટ્રમ્પના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે કહ્યુ ંહતું કે આ સુલેમાનને પૂર્વનાં બાયડેનનાં જ વહીવટી તંત્રે આપેલી વર્ક પરમીટનો સમય પૂરો થયો હોવા છતાં તે વધુ સમય રોકાયો હતો.
હવે હોમલેન્ડ સિક્યુરીટી ડીપાર્ટમેન્ટસ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે અને તેમાં તાંતણાં ક્યાં સુધી સમાયાં છે તે શોધે છે.
ઉલ્લેખનીય છે કે ગત મહિને પાટનગરમાં ઇઝરાયેલી છાવણીના બે રક્ષકોની હત્યા પછી આ બીજો હુમલો છે.


