Get The App

સિંગાપુરનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શકિતશાળી, 59 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે ભારતે પણ લગાવી છલાંગ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
સિંગાપુરનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શકિતશાળી, 59 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે ભારતે પણ લગાવી છલાંગ 1 - image

Henley Passport Index Ranking: પાસપોર્ટ વિદેશયાત્રા માટે એક મહત્ત્વનો દસ્તાવેજ છે જેને દરેક દેશ દ્વારા બહાર પાડવામાં આવે છે. દરેક દેશના પાસપોર્ટનું આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ અને દબદબો જુદો જુદો હોય છે. તાજેતરમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ મુજબ છેલ્લા 6 મહિનામાં ભારતના પાસપોર્ટે 8 અંકની છલાંગ લગાવી છે. ભારતીય પાસપોર્ટનું સ્થાન પહેલા 85મું હતું તેમાં સુધારો થઇને 77માં ક્રમે પહોંચ્યું છે. પાસપોર્ટ ઇન્ડેક્ષ દુનિયાના શક્તિશાળી પાસપોર્ટના આધારે રેન્ક નક્કી કરે છે તેનો આધાર વીઝા વિના પ્રવેશની લાયકાતનો સમાવેશ થાય છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમેરિકા અને યુકે જેવા દેશોના પાસપોર્ટનું મહત્ત્વ સ્થિર થઇ રહ્યું છે ત્યારે ભારત અને સાઉદી અરબ જેવા દેશો પાસપોર્ટ ઇન્ડેક્ષમાં પ્રગતિ કરી રહ્યા છે. હેનલે એન્ડ પાર્ટનર્સના સીઇઓના જણાવ્યા અનુસાર અમેરિકા અને યુકેની બદલતી જતી ઇમિગ્રેશન અને માઇગ્રેશન નીતિઓના લીધે પાસપોર્ટનું મહત્ત્વ ઘટ્યું છે. બંને દેશોના પોઈન્ટમાં 1 નો ઘટાડો થયો છે. બ્રિટન છઠ્ઠા જ્યારે અમેરિકા 10માં ક્રમે છે. તેમ છતાં અમેરિકા વિશ્વમાં વૈકલ્પિક આવાસ અને નાગરિકત્વ મેળવવાના વિકલ્પમાં સૌથી આગળ છે. બ્રિટિશ પાસપોર્ટ પણ દુનિયાના ટોચના પાંચમા સમાવેશ ધરાવે છે. અમેરિકા અને બ્રિટને કેટલીક નીતિઓ અપનાવી છે જેમાં સુરક્ષા સૌથી મહત્ત્વની છે. પાસપોર્ટ સૂચકાંકમાં સિંગાપુરના પાસપોર્ટ હજુ પણ સૌથી શકિતશાળી પાસપોર્ટ છે. 

સિંગાપુરનો પાસપોર્ટ દુનિયાનો સૌથી શકિતશાળી, 59 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે ભારતે પણ લગાવી છલાંગ 2 - image

આ દેશના નાગરિકો વિશ્વના 227માંથી 193 દેશમાં વીઝા ફ્રી એન્ટ્રી લઇ શકે છે. અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે જે માત્ર 25 દેશોના 25 સ્થળોએ વીઝા ફ્રી છે. ભારતના પાસપોર્ટ ઇન્ડેકસમાં 77માં સ્થાન સાથે 59 દેશોમાં વીઝા ફ્રી એન્ટ્રી ધરાવે છે. કોઇ પણ દેશનો પાસપોર્ટ માત્ર વિઝા ફ્રી હોવા સાથે જ સંકળાયેલો નથી એ દેશની આંતરરાષ્ટ્રીય કુટનીતિ અને અસરકારકતાને પણ દર્શાવે છે. જે તે દેશના રાજકીય પ્રભાવ અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું પ્રતિબિંબ પણ છે. સાઉદી અરબ દેશની વાત કરીએ તો 6 મહિનામાં વીઝા મુકત સ્થળોમાં 4 દેશોનો વધારો થયો છે. અમેરિકાન પાસપોર્ટ પર પ્રથમવાર ટોપ 10માંથી બહાર થવાનું જોખમ તોળાઇ રહ્યું છે. 

Tags :