તીવ્ર ત્રાસવાદ અંગે સિંગાપુરની ચેતવણી યુવાનોને કટ્ટરપંથ બનાવવામાં આવે છે
- તાજેતરના ત્રાસવાદી હુમલામાં ISIS સંડોવાયેલું છે
- વિવિધ ત્રાસવાદી જૂથો AI જેવી આધુનિક ટેકનોલોજીનો ગેરલાભ લે છે : AI દ્વારા કટ્ટરવાદ ફેલાવવામાં આવે છે
સિંગાપુર : રાષ્ટ્રના આંતરિક સલામતી વિભાગ (આઈએસડી)એ દેશમા વધી રહેલી ત્રાસવાદી પ્રવૃત્તિ સામે જનતાને ચેતવતાં કહ્યું હતું કે આ ત્રાસવાદી જૂથો એ.આઈ.જેવી આધુનિક ટેકનોલોજીનો ગેરલાભ ઉઠાવી કટ્ટરવાદી વિચારધારા પ્રસારી રહ્યા છે. તેમજ ડીરકોર્ડ એન્ડ રોબ્લાકેસ, વોટસ એપ, ટેલીગ્રામ, X , રેડીટ અને ઇન્સ્ટાગ્રામ જેવી ટેકનોલોજીનો ગેર ઉપયોગ કરી કટ્ટરવાદી મત ફેલાવી રહ્યા છે.
જુલાઈ ૨૦૨૪થી જૂન ૨૦૨૫ સુધીમાં ૮ કટ્ટરપંથીઓની ઇન્ટરનલ સિક્યોરિટી ડીપાર્ટમેન્ટ (આઈએસડી)એ ધરપકડ પણ કરી છે. તેમાં છ યુવાનો અને બે પરિવારો સમાવિષ્ટ છે. તેમ પણ આઈ.એસ.ડી.એ. જણાવ્યું હતું.
આ પાછળ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા (આઈએસઆઈએસ) હોવાનું જાણવા મળ્યું છે તેમ સિંગાપુરનાં સલામતી દળોને જાણવા મળ્યું છે.
વિશ્લેષકો કહે છે કે હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે આવાં દુષ્કૃત્યો પાછળ આઈએસઆઈએસ ખિલાફત આંદોલનકારીનો હાથ છે. તેઓ હજી પણ મધ્યયુગની ખિલાફતનાં જ સ્વપ્નો જુએ છે.