ખાલિસ્તાનીઓના વિરોધી શીખ બિઝનેસમેનનું અમેરિકામાં અચાનક મોત, ઊઠ્યાં અનેક સવાલ
Khalistan and USA Businessmen Died News : ખાલિસ્તાનીઓનો સખત વિરોધ કરનાર શીખ બિઝનેસમેન સુખી ચહલનું અમેરિકાના કેલિફોર્નિયામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. સુખી ચહલ અમેરિકામાં બિઝનેસ કરતા હતા. તે ઘણીવાર ખાલિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપતા રહ્યા છે.
કેવી રીતે થયું મોત?
નિષ્ણાતો કહે છે કે તેમણે અમેરિકામાં ખાલિસ્તાનીઓનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. સુખીના નજીકના મિત્ર જસપાલ સિંહે જણાવ્યું હતું કે શનિવારે તેમને એક પરિચિત વ્યક્તિએ ડીનર માટે આમંત્રણ આપ્યું હતું. ખાધા પછી તેમની તબિયત બગડી ગઈ અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. સુખીને પહેલા કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નહોતી. સુખીના અચાનક મૃત્યુથી પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે.
ખાલિસ્તાનીઓનો જોરદાર રીતે વિરોધ કરતા હતા
સુખી ઘણીવાર વિદેશમાં ખાલિસ્તાનીઓની પ્રવૃત્તિઓ સામે મોરચો ખોલી નાખતા હતા. તે જ સમયે વોશિંગ્ટનમાં ખાલિસ્તાની સંગઠનોના લોકમત પહેલા તેમના અચાનક મૃત્યુથી રહસ્યો વધુ ઊંડા થયા છે. 17 ઓગસ્ટે ખાલિસ્તાની સંગઠન વોશિંગ્ટન ડીસીમાં જનમતસંગ્રહ યોજવા જઈ રહ્યું છે.
ભારતના ટેકેદારોને ઝટકો!
ખાલસા ટુડેના સ્થાપક અને સીઈઓ સુખી ચહલને ખાલિસ્તાનીઓ વારંવાર ધમકી આપતા હતા. તેમ છતાં, તેમણે નિર્ભયતાથી ખાલિસ્તાનીઓની ટીકા કરી હતી. સુખીના નજીકના મિત્ર બુટા સિંહ કાલરે કહ્યું કે તેમના મૃત્યુ પછી, ભારતને ટેકો આપતા સમુદાયમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. કાલરે કહ્યું કે, પોલીસ તેમના મૃત્યુની તપાસ કરી રહી છે.