Get The App

FACT CHECK: પુતિને પાકિસ્તાનના PM શાહબાઝ શરીફને 40 મિનિટ રાહ જોવડાવી? સોશિયલ મીડિયાથી વીડિયો ડિલીટ

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
Putin Shehbaz Sharif


Pakistan PM waits for Putin : રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારત બાદ તુર્કમેનિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. અહીં તેમણે વિવિધ દેશના નેતાઓ સાથે બેઠક યોજી. જોકે આ પ્રવાસમાં પાકિસ્તાનના વડાપ્રધાનની બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી. સોશિયલ મીડિયામાં એવો દાવો કરાયો હતો કે વ્લાદિમીર પુતિને પાકિસ્તાનના પીએમને 40 મિનિટ સુધી બેઠક માટે રાહ જોવડાવી. 

શું હતી સમગ્ર ઘટના? 

રશિયાની સરકારના અનુદાનથી ચાલતી રશિયા ટુડે નામની મીડિયા એજન્સીએ પાકિસ્તાનના વડાપ્રધાનનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં દાવો કરાયો હતો કે શાહબાઝ શરીફ 40 મિનિટ સુધી પુતિનની રાહ જોઈને બેસી રહ્યા પણ તેઓ આવ્યા નહીં. પુતિન તૂર્કિયેના વડા સાથે બેઠક કરી રહ્યા હતા. જે બાદ પાકિસ્તાનના પીએમની ધીરજ ખૂટી અને તેઓ પુતિનની અન્ય બેઠકમાં ઘૂસી ગયા હતા. 

સોશિયલ મીડિયાથી વીડિયો હટાવાયા 

સમગ્ર ઘટનાના વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયામાં ભારે ફજેતી થઈ હતી. આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ફજેતી વારંવાર થતી જ હોય છે. જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે પણ વીડિયો પર વિશ્વાસ કર્યો. જોકે થોડા સમય બાદ RT INDIA હેન્ડલે આ વીડિયો X પરથી ડિલીટ કરી નાંખ્યા હતા. RT INDIAએ કહ્યું કે ઘટનાઓને ખોટી રીતે બતાવવાના કારણે અમે વીડિયો હટાવ્યા છે. 

જોકે આ મામલે પાકિસ્તાન કે રશિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. એવામાં સવાલ થાય છે કે પાકિસ્તાનના પીએમ અને પુતિનની બેઠક થઈ હતી કે નહીં?