Get The App

તેમની બૂટ પોલીશ કરવાની આદત ગઈ નથી, ગાઝા માટેનાં બોર્ડ ઓફ પીસમાં જોડાવાથી શરીફની ઉગ્ર ટીકા

Updated: Jan 23rd, 2026

GS TEAM

Google News
Google News
તેમની બૂટ પોલીશ કરવાની આદત ગઈ નથી, ગાઝા માટેનાં બોર્ડ ઓફ પીસમાં જોડાવાથી શરીફની ઉગ્ર ટીકા 1 - image

- શરીફ ટ્રમ્પને ગમે તે ભોગે રાજી રાખવા આતુર રહે છે

- ગાઝા અંગેની શાંતિ યોજનામાં જોડાવા માટે શહબાઝ શરીફ સામે દેશમાં વિરોધ વંટોળ : પીટીઆઈએ તેનું નેતૃત્વ લીધું

દેવોસ : ગાઝામાં શાંતિ સ્થાપવાના હેતુથી ટ્રમ્પનાં નેતૃત્વ નીચે રચાયેલાં બોર્ડ ઓફ પીસમાં જોડાવા માટે પાકિસ્તાનના વડા પ્રધાને લીધેલા નિર્ણયની તેમના દેશમાં ઉગ્ર ટીકાઓ થઇ રહી છે અને મુખ્ય વિપક્ષ પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ)એ તો ત્યાં સુધી કહી દીધું છે કે, શરીફની બૂટ પોલીશ કરવાની આદત ગઈ નથી. માત્ર પીટીઆઈ જ નહીં પરંતુ અન્ય તમામ રાજકીય પક્ષોએ પણ શરીફની ઉપર પસ્તાળ પાડતાં કહ્યું છે કે આ પગલું તેમણે પોતાના મનના તરંગો પ્રમાણે જ લીધું છે તે નિર્ણય લેતાં પૂર્વે અને તેેેને આખરી સ્વરૂપ આપતાં પૂર્વે તેમણે સમવાય તંત્રી સંસદના સભ્યો સાથે મંત્રણા કરવી જ જોઇતી હતી અને તે પછી જ આખરી નિર્ણય લેવો હતો.

પાકિસ્તાનના પર્વ કાનૂનમંત્રી બાબર આવાને કહ્યું હતું કે શરીફે બહુમોટી ભૂલ કરી છે. ટ્રમ્પનું આમંત્રણ સ્વીકારી તેમની બૂટપોલીશ કરવાની ટેવને લીધે દેશને ઘણું જ નુકશાન થયું છે. બાબર આવાને આગળ લખ્યું જો કોઈ બોર્ડ ઓફ પીસમાં બેસી અને તે પણ ટ્રમ્પને રાજી રાખવા તેને યોગ્ય કહી શકાય જ નહીં. તેમાંએ આંતરરાષ્ટ્રીય ગુનેગાર નેતન્યાહૂ જેવાને તે માટે જવાબદાર ઠરાવવાની બાબતને એક તરફ મુકી દેવી તે પાકિસ્તાન સામેના દેશદ્રોહ સમાન છે. આ ભયંકર ભૂલ કાયદે આઝમ (મહમ્મદ અલિ ઝીના)ના આદેશો વિરૂદ્ધ જવું તે ઐતિહાસિક ક્ષતિ છે. બાબર આવાને તેઓનાં પોસ્ટ ઠ ઉપર આ પ્રમાણે મુક્યું હતું, જે સમગ્ર પાકિસ્તાન અને દુનિયાભરમાં પ્રસારિત થઇ રહ્યું છે.

આટલું જ નહીં પરંતુ શરીફને આગળની ખુરશીમાં તો બેસવા દીધા જ ન હતા. ટ્રમ્પે જ્યારે આ શાંતિ સમજૂતીના ખતપત્રને વિધિવત જાહેર કર્યો ત્યારે શરીફને તો પાછળની લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તે અંગે પણ શરીફની ઉપર માછલાં ધોવાયાં છે.