World

Shakti VIII: ભારત-ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, ભારતીય સેનાએ બતાવી જબરદસ્ત રણનીતિક કુશળતા

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
ભારત અને ફ્રાન્સની સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ-VIII બંને દેશોની સેનાઓ વચ્ચે રણનીતિક સહયોગ અને ઓપરેશનલ લેવલની તાલમેલને વધુ મજબૂત કરી રહ્યા છે. આ અભ્યાસ ફ્રાન્સના દક્ષિણ ભાગમાં આવેલ કેમ્પ લારજેક, લા કાવાલરીમાં આયોજીત કરાઈ રહ્યો છે. આ અભ્યાસમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના અંદાજિત 90 સૈનિક ભાગ લઈ રહ્યા છે. અભ્યાસમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના અંદાજિત 90 સૈનિક ભાગ લઈ રહ્યા છે, જ્યારે ફ્રાન્સ સેના તરફથી 13મી ડેમી-બ્રિગેડ ડે લેજિયન એન્ત્રાજેરે (વિદેશ સેના બ્રિગેડ) ભાગ લઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Shakti VIII: ભારત-ફ્રાન્સ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ, ભારતીય સેનાએ બતાવી જબરદસ્ત રણનીતિક કુશળતા

SHAKTI VIII:  ભારત અને ફ્રાન્સની સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ-VIII બંને દેશોની સેનાઓ વચ્ચે રણનીતિક સહયોગ અને ઓપરેશનલ લેવલની તાલમેલને વધુ મજબૂત કરી રહ્યા છે. આ અભ્યાસ ફ્રાન્સના દક્ષિણ ભાગમાં આવેલ કેમ્પ લારજેક, લા કાવાલરીમાં આયોજીત કરાઈ રહ્યો છે. આ અભ્યાસમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના અંદાજિત 90 સૈનિક ભાગ લઈ રહ્યા છે. અભ્યાસમાં ભારત તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સ બટાલિયનના અંદાજિત 90 સૈનિક ભાગ લઈ રહ્યા છે, જ્યારે ફ્રાન્સ સેના તરફથી 13મી ડેમી-બ્રિગેડ ડે લેજિયન એન્ત્રાજેરે (વિદેશ સેના બ્રિગેડ) ભાગ લઈ રહી છે.

સૈન્ય અભ્યાસની મુખ્ય વાતો

આ સૈન્ય યુદ્ધાભ્યાસ શહેરી અને અર્ધ-વિકસિત વિસ્તારોમાં કરાઈ રહ્યું છે. આ દરમિયાન બંને સેનાઓએ શહેરી યુદ્ધ, બાધા પાર કરવા, સંયુક્ત પેટ્રોલિંગ અને સૈનિકોની તૈનાતી જેવા અનેક મિશન-વિશેષ અભ્યાસ કર્યા. આ તમામ અભ્યાસ વાસ્તવિક યુદ્ધ સ્થિતિઓને અનુરૂપ કરાયા, જેનાથી સૈનિકોની રણનીતિક કુશળતા અને સ્ફૂર્તિમાં સુધારો થયો.

ઇલેક્ટ્રોનિક યુદ્ધ(ઈ-વોર) અને ડ્રોન-રોધી તાલીમ

આ દરમિયાન વિશેષજ્ઞ ટીમોએ રેડિયો સિગ્નલ પકડવા, તેને જામ કરવા, સ્પેક્ટ્રમ નિયંત્રણ અને ડ્રોન નિષ્ક્રિય કરવા જેવા આધુનિક ટેક્નિકોનો અભ્યાસ કર્યો. તેનાથી બંને સેનાઓની આધુનિક યુદ્ધક્ષેત્રમાં કામ કરવાની ક્ષમતાને મજબૂતી મળી.

96 કલાક તીવ્ર સંયુક્ત ફીલ્ડ અભ્યાસ

આ અભ્યાસનું વિશેષ આકર્ષણ રહ્યું ચાર દિવસ એટલે 96 કલાક ચાલનારું હાઇ-ઇન્ટેસિટી ફિલ્ડ ઓપરેશન. જેમાં બંને દેશોની સેનાઓએ એક સાથે મળીને બહુ-પરિમાણીય યુદ્ધ દૃશ્યને અંજામ આપ્યો. આ દરમિયાન સૈનિકોની સહનશક્તિ, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વ કૌશલની પરીક્ષા લેવાઈ.

ભારતીય રાજદૂતે લીધી મુલાકાત

ભારતના ફ્રાન્સ અને મોનાકોમાં રાજદૂત સંજીવ સિંગલાએ કેમ્પની મુલાકાત લઈને ભારતીય સૈનિકો સાથે મુલાકાત કરી. તેમણે સૈનિકોના પ્રોફેશનલિઝ્મના વખાણ કર્યા અને ભારત-ફ્રાંસ રક્ષા સહયોગમાં તેમના યોગદાનને મહત્ત્વનું ગણાવ્યું. તેમની મુલાકાતે સૈનિકોનું મનોબળ વધાર્યું.