શરમજનક ફોટો ક્રોપ કર્યા બાદ શહબાઝનું ડેમેજ કંટ્રોલ, હવે પાકિસ્તાને શેર કરી SCO સમિટની ફુલ તસવીરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan PM Shehbaz Sharif Crop Photo Controversy: કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ની શિખર પરિષદ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફના કાર્યાલય દ્વારા ગ્રૂપ ફોટો ક્રોપ કરીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ મજાક ઉડ્યા બાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે પાકિસ્તાની વડાપ્રધાનને ફરીથી આખી તસવીર શેર કરવી પડી છે.
શું હતો સમગ્ર વિવાદ?
કિર્ગિસ્તાનમાં યોજાયેલી SCO સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને અન્ય સભ્ય દેશોના વડાઓ સાથે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર ફોટો સેશન પૂર્ણ થયા બાદ જ્યારે તમામ નેતાઓની 'ફેમિલી ફોટો' લેવામાં આવ્યો, ત્યારે પાકિસ્તાન પીએમઓ(PMO)ના ઓફિશિયલ X (ટ્વિટર) હેન્ડલ પરથી શેર કરાયેલી તસવીરમાંથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ચાર અન્ય દેશોના નેતાઓને ક્રોપ કરીને હટાવી દેવામાં આવ્યા હતા.
ક્રોપ તસવીર પર સોશિયલ મીડિયા પર મજાક
પાકિસ્તાન પીએમઓ દ્વારા શેર કરાયેલી ક્રોપ કરેલી તસવીરમાં માત્ર ચીન, કઝાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિઓ સાથે શહબાઝ શરીફ જોવા મળતા હતા. ભારતીય વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર ફેમિલી ફોટો શેર કરાયા બાદ, સોશિયલ મીડિયા યુઝર્સે પાકિસ્તાનની આ હરકતને 'સંકુચિત માનસિકતા' ગણાવીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.
ડેમેજ કંટ્રોલ અને નવી પોસ્ટ
સોશિયલ મીડિયા પર ભારે ફજેતી થયા બાદ, શહબાઝ શરીફે ડેમેજ કંટ્રોલ કરતાં પોતાના ઓફિશિયલ હેન્ડલ પરથી તમામ નેતાઓની હાજરીવાળી મૂળ 'ફુલ તસવીર' શેર કરી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સદિર જાપારોવ, બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝેન્ડર લુકાશેન્કો અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન પણ સ્પષ્ટપણે જોવા મળે છે.




