શહબાઝ સરકાર PIA વેચવાની છે, ઓક્ટો-ડીસે. વચ્ચે બોલી મગાવાશે
- પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ ભયંકર નાણાંકીય સંકટમાં પડી છે : ત્રણ સીમેન્ટ કંપનીઓ તે બોલીમાં પડે તેવી સંભાવના
ઇસ્લામાબાદ : શાહબાઝ સરકારે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ કંપની પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ પીઆઈએ વેચવા નિર્ણય લીધો છે. આ એરલાઈન્સ ભયંકર નાણાંકીય સંકટમાં પડી છે. આ સંકટ ઘણા સમયથી ચાલે છે. તેમાંથી છૂટવા માટે તે સરકાર બોલી ચગાવશે. જે આગામી ઓક્ટોબરથી ડીસેમ્બર વચ્ચે યોજાશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે તે માટે ૪ કંપનીઓ આગળ આવે તેમ છે તે પૈકી ૩ કંપનીઓ સીમેન્ટ ઉત્પાદન કંપનીઓ છે.
પીઆઈએ છેલ્લા કેટલાયે મહીનાઓથી આર્થિક સંકટ સામે ઝઝૂમી રહી છે. ૨૦૨૩ના નવેમ્બરમાં પણ પાકિસ્તાન સરકારે પી.આઈએ. વેચવા કાઢી હતી. પરંતુ પૂરતી રકમની બોલી ન થતાં તે એરલાઈન્સ સરકારનાં જ ગળામાં રહી છે.
એક્સપ્રેસ ટ્રિબ્યુનલના બુધવારે પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનનાં ખાનગીકરણ આયોગ બોર્ડે ૪ કંપનીઓને તે માટે બોલી લગાવવા યોગ્ય ગણી હતી તે ૪ કંપનીઓ પૈકી ૩ કંપનીઓ સીમેન્ટ ઉદ્યોગ કંપનીઓ છે.
ગત વર્ષે પીઆઈએ ૪૫ અબજ રૂપિયાની ખોટમાં હતી. સરકારે પીઆઈએ ઓછામાં ઓછી કિંમત ૮૫.૦૩ અબજ રૂપિયા નિશ્ચિત કરી હતી. પરંતુ બોલી માત્ર ૧૦ અબજ રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)થી જ આવી. માટે ત્યારે તે કાર્યવાહી જ પડતી મુકવી પડી હતી.