Get The App

અનરાધાર વરસાદે નેપાળમાં તારાજી સર્જી, 66 લોકોનાં મોત, 44થી વધુ ગુમ, મકાનો પણ ડૂબ્યાં

Updated: Sep 29th, 2024

GS TEAM

Google News
Google News
અનરાધાર વરસાદે નેપાળમાં તારાજી સર્જી, 66 લોકોનાં મોત, 44થી વધુ ગુમ, મકાનો પણ ડૂબ્યાં 1 - image


Nepal Flood News | નેપાળમાં અનરાધાર વરસાદના પગલે આવેલા પૂર અને ભેખડો ધસી પડતા 66 માનવીઓએ જીવ ગુમાવ્યા છે, જયારે અન્ય 36 લોકો ઘાયલ થયા છે. દેશના કેટલાક ભાગોમાં ગુરુવારથી થતી રહેલી સતત વર્ષાના પરિણામે સત્તાવાળાઓએ નવેસરના પૂરની ચેતવણી ઉચ્ચારી છે.

હિમાલયન આ દેશમાં અખંડ વર્ષાના લીધે મૃત્યુ પામેલા 66 લોકો પૈકી 34 જણાના મોત કાઠમંડુ ખીણમાં થયા છે. પૂરમાં 36 લોકો જખ્મી થયા છે.

પાણીએ સર્જેલી અરાજકતાના લીધે દેશભરમાં 44 લોકો ગુમ થઇ ગયા છે, જે પૈકી 16 લોકો કાઠમંડુ ખીણમાં લાપત્તા થયા છે. 1000 થી વધુ લોકોને મોતના મુખમાંથી બચાવી લેવાયા છે.

દેશમાં 44 સ્થળોએ મુખ્ય હાઇવે બંધ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે યોજેલી અધિકારીઓ તથા મંત્રીઓની તાકીદની બેઠકમાં ગુમશુદા લોકોની તપાસ અને રાહતની કામગીરીને વેગીલી બનાવવા માટે વહીવટીતંત્રને સૂચના અફાઇ છે.

પૂરના પરિણામે મુખ્ય વીજ ટ્રાન્સમિશન લાઇન અવરોધાયેલી રહેતા પાટનગર કાઠમંડુને આખો દિવસ વીજ પ્રવાહ મળી શકયો નહતો. કાઠમંડુમાં 226 ઘરો પાણીના ડૂબાડુબ છે. નેપાળ પોલીસની 3000 સભ્યોની બચાવ રાહત ટુકડીઓ કામે લાગી છે.

Tags :