- દિલ્હી બ્લાસ્ટની 'આફટર-ઈફેક્ટ'
- શંકાસ્પદ કોઈ પણ વસ્તુથી દૂર રહો, ભીડવાળા વિસ્તારોમાં જવું નહીં : યુએસ દૂતાવાસે આપેલી ચેતવણી બીજા દેશોએ પણ આપી
નવી દિલ્હી : દિલ્હીમાં થયેલ પ્રચંડ વિસ્ફોટની દુનિયાભરના દેશોએ ટીકા કરી છે. અમેરિકા અને ઈંગ્લેન્ડે દિલ્હીના રેડ ફોર્ટ અને ચાંદની ચોક જેવા વિસ્તારોથી દૂર રહેવા તેમના નાગરિકોને જણાવી દીધું છે. આ ઉપરાંત અન્ય દેશોના દૂતાવાસોએ પણ તેમના દેશના નાગરિકોને સૂચના આપી દીધી છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 'ભીડવાળા વિસ્તારોથી દૂર રહેવું. ખાસ કરીને માર્કેટસ, ટ્રાન્સપોર્ટ મથકો અને જાહેર સ્થળોએ ખૂબ જ સાવચેતી રાખવી.'
વિશેષ સૂચના તે પણ અપાઇ છે કે પ્રવાસન માટે દિલ્હી જવું હોય તો પહેલાં મીડીયા રીપોર્ટસ વાંચી લેવા કે ટીવી ઉપર જોઈ લેવા.
ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં વિદેશ મંત્રાલયે આવી ઘટનાઓ અંગે દુ:ખ વ્યક્ત કરતાં તેના નાગરિકોને 'ટ' પર ઉપરોક્ત સૂચનાઓ આપવા સાથે ભારતમાં રહેલા પોતાના નારિકોને મહત્વની સૂચનાઓ આપવા દૂતાવાસોને જણાવી દીધું છે. આ દૂતાવાસોએ 'હેલ્પ-લાઇન' પણ પ્રસિદ્ધ કરી દીધી છે.


