અમેરિકામાં કાર્ગો પ્લેન અગનગોળો બનીને ક્રેશ થતાં સાતનાં મોત

કેન્ટકી ખાતે યુપીએસના કેન્દ્રમાં દુર્ઘટના સર્જાઈ
પ્લેનના ત્રણ ક્રૂ મેમ્બરનો કોઈ પત્તો નથી, 11ને ગંભીર ઇજા, 28 સભ્યોની તપાસ ટુકડી પહોંચી
તેનો વિડીયો દર્શાવે છે કે પ્લેનની ડાબી પાંખમાં આગની જ્વાળાઓ નીકળી હતી અને પૂંછડીમાં ધૂમાડો નીકળ્યો હતો. પ્લેન ક્રેશ થયું તે પહેલા ટેક ઓફ માટે થોડું જ ઊંચું થયું હતું અને ત્યાં તે ક્રશ થઈને મોટો અગનગોળો બની ગયું હતું. પ્લેન રનવેના છેડાની નજીકની છતને અથડાયું હોવાનું વિડીયોમાં દેખાય છે. પ્લેનમાં ૭૫,૦૦૦ લિટર ઇંધણ હતુ અને આ ઇંધણ જ અગનગોળો બનવાનું મુખ્ય કારણ છે.
પ્લેન ક્રેશમાં સાત જણા માર્યા ગયા, તેમાથી ચાર તો પ્લેનમાં પણ ન હતી. પ્લેનના ત્રણ ક્રૂ મેમ્બરનો હજી કોઈ પત્તો નથી. કેન્ટુકીના ગવર્નરનું કહેવું છે કે ઇજા પામેલા ૧૧માંથી કેટલાકને ગંભીર ઇજા થઈ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ પ્લેન મેકડોનાલ ડગ્લાસ એમડી-૧૧ હતુ અને ૧૯૯૧ની બનાવટનું હતું. યુપીએસ લુઇસવિલેમાં સૌથી મોટી પેકેજ હેન્ડલિંગ ફેસિલિટી ધરાવે છે અને કંપનીએ મંગળવારે રાત્રે જાહેરાત કરી હતી કે તેણે તેના સેન્ટરમાં પેકેજિંગનું સોર્ટિંગ અટકાવી દીધું છે અને ક્યારે શરૂ કરાશે તે જણાવ્યું ન હતું. આ હબ હજારો કામદારોને રોજગારી પૂરી પાડે છે, ત્યાંથી ૩૦૦ દૈનિક ફ્લાઇટ ઉપડે છે અને તે પ્રતિ કલાક ચાર લાખથી વધુ પેકેજોનું સોર્ટિંગ કરે છે.

