World

પાકિસ્તાનમાં ક્વૉલિટી એજ્યુકેશન જેવું કશું જ નથી, 2 કરોડ 53 લાખ બાળકો શાળાથી વંચિત

By GS TEAM
12 Jul 20251 min read
TukuTouch Logo
પાકિસ્તાનમાં ગંભીર શૈક્ષણિક કટોકટી પ્રવર્તી રહી છે ત્યાં 5 થી 16 વર્ષની વયના 2 કરોડ 53 લાખ જેટલા બાળકો શાળાએ જતાં જ નથી, આ માહિતી આપતાં પાકિસ્તાનનું અગ્રીમ અંગ્રેજી વર્તમાનપત્ર 'ધી-ડોન' જણાવે છે કે દેશમાં ક્વોલિટી એજ્યુકેશન (ગુણવત્તાભર્યું શિક્ષણ) જેવું કશું રહ્યું જ નથી. માત્ર નોન-ફોર્મલ-એજ્યુકેશન (અવિધિસરનું શિક્ષણ) તેમને માટે જીવાદોરી છે. (આ નોન-ફોર્મલ-એજ્યુકેશન એટલે વર્તમાન શિક્ષણ નહીં પરંતુ ધાર્મિક ગ્રંથોનું પઠન).

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં ક્વૉલિટી એજ્યુકેશન જેવું કશું જ નથી, 2 કરોડ 53 લાખ બાળકો શાળાથી વંચિત

Pakistan Education News: પાકિસ્તાનમાં ગંભીર શૈક્ષણિક કટોકટી પ્રવર્તી રહી છે ત્યાં 5 થી 16 વર્ષની વયના 2 કરોડ 53 લાખ જેટલા બાળકો શાળાએ જતાં જ નથી, આ માહિતી આપતાં પાકિસ્તાનનું અગ્રીમ અંગ્રેજી વર્તમાનપત્ર 'ધી-ડોન' જણાવે છે કે દેશમાં ક્વોલિટી એજ્યુકેશન (ગુણવત્તાભર્યું શિક્ષણ) જેવું કશું રહ્યું જ નથી. માત્ર નોન-ફોર્મલ-એજ્યુકેશન (અવિધિસરનું શિક્ષણ) તેમને માટે જીવાદોરી છે. (આ નોન-ફોર્મલ-એજ્યુકેશન એટલે વર્તમાન શિક્ષણ નહીં પરંતુ ધાર્મિક ગ્રંથોનું પઠન).

ડોન વધુમાં જણાવે છે કે, અલ્લામા-ઈકબાલ-ઓપન યુનિવર્સિટી (એઆઈઓયુ)એ પાકિસ્તાન્સ નોન-ફોર્મલ એજ્યુકેશન રીપોર્ટ ૨૦૨૩-૨૪ જણાવે છે કે, 'પાકિસ્તાન ઈન્સ્ટીટયુટ ઓફ એજ્યુકેશન (પીઆઈઈ)એ જાપાનનાં શિક્ષણ મંત્રાલય અને જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી' (જે.આઈ.સી.એ) દ્વારા આ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના ફેડરલ એજ્યુકેશન મિનિસ્ટર ખાલીદ મકબુલ સિદ્દીકીએ બચાવ કરતાં કહ્યું હતું કે કોવિદ-19 મહામારી તથા તાજેતરમાં આવેલી નૈસર્ગિક આપત્તિઓ જેવી કે પૂરોને લીધે શિક્ષણ વ્યવસ્થા ઉપર ઘેરી અસર કરી છે.

જોકે, તે પૂર્વે પણ આવી જ ખરાબ પરિસ્થિતિ હતી તે વિષે તેઓ મૌન જ રહ્યા. નક્કર હકીકત તે છે કે, પાકિસ્તાનમાં દાયકાઓથી શિક્ષણ પ્રત્યે ધ્યાન જ અપાયું નથી.