Get The App

ખૈબર પખ્તુન્વામાં મસ્જીદ ઉપર બૉમ્બ મારો સેના પર ડ્રોન હુમલાનો ગંભીર આક્ષેપ

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ખૈબર પખ્તુન્વામાં મસ્જીદ ઉપર બૉમ્બ મારો  સેના પર ડ્રોન હુમલાનો ગંભીર આક્ષેપ 1 - image

- આ ઘટના અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ફરિયાદ કરાશે

- ખૈબર પખ્તુન્વામાં સ્પાર્કા ગામમાં નમાજના સમયે જ બૉમ્બમારો આ હુમલામાં બે નાગરિકોને ભારે ઇજાઓ સમગ્ર વિસ્તારમાં હુમલાની ભીતિ

પેશાવર : પાકિસ્તાનના ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં નમાઝ સમયે જ એક મસ્જિદ પર ડ્રોન દ્વારા બૉમ્બમારો થતાં બે નાગરિકોને ગંભીર ઈજાઓ થઈ હતી. ખૈબર પખ્તુનવા પ્રાંતના કૉમેલ-સ્પાર્કા તાલુકાના સ્પાર્કા ગામમાં બપોરની નમાઝ સમયે સેનાએ મસ્જીદ ઉપર ડ્રોન દ્વારા બૉમ્બમારો કર્યો હતો.

પશ્તુન તરફઝ મુવમેન્ટ (પીટીએમ) હોલેન્ડ, દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ પખ્તુન જૂથે દુનિયાના મહત્ત્વના દેશોમાં પોતાની શાખાઓ ખોલી છે. તેઓ, પાકિસ્તાન સૈન્ય દ્વારા વારંવાર કરાતા હુમલાઓથી આ વિસ્તારમાં લોકો દહેશતમાં આવી ગયા છે. સાથે જન-સામાન્યમાં ભારે નારાજગી પ્રસરી રહી છે.

હૉલેન્ડ સ્થિત આ આંદોલનની શાખાએ ધાર્મિક પવિત્રતા તથા માનવીય સન્માન ઉપરના સીધા પ્રહાર સમાન ગણાવ્યો છે. આ સંગઠને દાયકાઓથી ચાલી રહેલી 'પાકિસ્તાન રાજ્ય' રાજ્યની ત્રાસવાદીની કેટલીયે વિગતો આપવા સાથે કહ્યું છે કે, આવા હુમલાઓ તો વારંવાર થાય છે તમાં ધાર્મિક સ્થળો, સ્કૂલો, ગામ કે કોઈવાર પણ સુરક્ષિત રહ્યા નથી.

આ સંગઠને પૂછ્યું છે કે, રાજ્ય તે સ્પષ્ટ કરે કે, મસ્જિદ ઉપરની બૉમ્બ વર્ષા કયા કાનૂન, ક્યાં યુદ્ધ અને માનવતાના કયા નામ પર કરવામાં આવી છે ? પશ્તૂન ક્ષેત્રને તો વારંવાર 'યુદ્ધ પ્રયોગશાળા' બનાવવામાં આવી રહ્યું છે.