Get The App

પાકિસ્તાનના લાહોરમાં થયા 40 મિનિટ સુધી સીરિયલ બ્લાસ્ટ, લોકો રસ્તા પર દોડી આવ્યા

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનના લાહોરમાં થયા 40 મિનિટ સુધી સીરિયલ બ્લાસ્ટ, લોકો રસ્તા પર દોડી આવ્યા 1 - image


Serial Bomb Blast  in Lahore: ભારત-પાકિસ્તાનની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે લાહોરમાં સીરિયલ બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. એક પછી એક અનેક બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ કોણે કર્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. લાહોરના વોલ્ટન ઍરપોર્ટ વિસ્તારમાં 40 મિનિટ સુધી સીરિયલ બ્લાસ્ટ થયા હતા.

તમને જણાવી દઈએ કે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે બુધવારે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ લોકોમાં ભયનો માહોલ છે. આ દરમિયાન આજે (ગુરુવારે) લાહોરમાં સીરિયલ બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ કોણે કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.


બ્લાસ્ટ એક બિલ્ડિંગમાં થયો હતો અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. લાહોરના ગુલબર્ગ વિસ્તાર અને વાલ્ટન ઍરપોર્ટ પાસે નસીહાબાદ અને ગોપાલનગર પણ બ્લાસ્ટનો શિકાર થયા છે. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ છે. 

લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે. આ ઘટના બાદ લાહોરના લોકોમાં ડરનો માહોલ છે. તે રસ્તા પર દોડી આવ્યા છે. બ્લાસ્ટ બાદ આ વિસ્તારમાં ઇમરજન્સી સાયરન વગાડવામાં આવી હતી. 


Tags :