World

સેલ્ફ ડ્રાઈવિંગ કાર ફેક્ટરીથી નવા માલિકના ઘરે પહોંચી !

By GS TEAM
30 Jun 20251 min read
સેલ્ફ ડ્રાઈવિંગ કાર ફેક્ટરીથી નવા માલિકના ઘરે પહોંચી !

મસ્કના જન્મદિનના આગલા દિવસે ટેસ્લાની ગ્રાહકને ડિલીવરી

ટેસ્લાના વાય મોડલે 116 કિમીની એવરેજ સ્પીડ પકડી ફૂલ્લી ઓટોમેટિક કારની ડિલિવરીનો વિડીયો વાયરલ  

વોશિંગ્ટન: આપણે સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ વિશે તો જાણીએ છીએ. પહેલી વાર એવું બન્યું છે કે, એક કાર ફેક્ટરીમાંથી બહાર નીકળી અને વિના ડ્રાઈવરે સીધી ખરીદદારના ઘરે પહોચી ગઈ હતી. આ સમગ્ર પ્રક્રિયામાં ત્રીસ મિનિટનો સમય લાગ્યો હતો. દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કના જન્મદિવસના એક દિવસ પહેલા ટેસ્લાએ ફૂલ્લી ઓટોમેટિક કારની ડિલિવરી કરી હતી. મોડલ વાય ઈલેક્ટ્રિક કાર સેલ્ફ ડ્રાઈવ કરીને નવા માલિક પાસે પહોચી હતી. ડિલિવરી દરમિયાન કારની સ્પીડ ૧૧૬ કિમી હતી. આ કારની કિંમત લગભગ રુ. ૫૧ લાખ છે. 

ટેસ્લાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, ટેક્સાસ સિટીમાં પહેલી સેલ્ફ ડ્રાઈવિંગ કારની ડિલિવરી કરવામાં આવી છે. આ કાર કોઈ ડ્રાઈવર અથવા રિમોટ ઓપરેટર વિના ચાલી શકે છે.વાય મોડલને ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલને હાલમાં જ અપડેટ કરવામાં આવ્યું છે.