Get The App

તટના ધોવાણને લીધે આ દેશમાં દરિયા કિનારો જ ખતમ થઇ જશે, વિજ્ઞાનીઓની ચેતવણી

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
તટના ધોવાણને લીધે આ દેશમાં દરિયા કિનારો જ ખતમ થઇ જશે, વિજ્ઞાનીઓની ચેતવણી 1 - image

Sea Level Rise: અલ નીનો અને લા નીના જેવા જળવાયુ ચક્રવાતના કારણે સમુદ્રી તોફાન વધુ શક્તિશાળી થઈ રહ્યા છે. આ વાવાઝોડાના કારણે દરિયો રેતને અંદર ખેચી લે છે, જેના કારણે દરિયાકિનારો સંકોચાઈ રહ્યો છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. 

કેટલાક મોજા 11 મીટર જેટલા ઊંચા નોંધાયા

દરિયાકાંઠાના ધોવાણ એ પ્રક્રિયા છે જેમાં મજબૂત સમુદ્રી મોજા, તોફાનો અને અન્ય પરિબળો દરિયાકિનારા પરથી રેતી, માટી અને ખડકોને ધોઈ નાખે છે. અરૌકાનિયાના દક્ષિણ પ્રદેશ પ્યુઅર્ટો સાવેદ્રામાં, તોફાનના કારણે રસ્તાઓ અને ખડકોમાં ખાડા પડી ગયા છે. ખારું પાણી જંગલોને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.ચિલીના દરિયાકિનારા પર વાવાઝોડાની તીવ્રતા અને આવર્તન વધી રહ્યું છે. તો કેટલાક મોજા 11 મીટર જેટલા ઊંચા નોંધાયા છે, જે ઝડપથી દરિયાકિનારાની જમીનને કાપી રહી છે. 

દરિયાકાંઠે ધોવાણ વધી રહ્યું છે

અલ નિનો અને લા નિના જેવા જળવાયુ ચક્ર વાવાઝોડાને વધુ શક્તિશાળી બનાવી રહ્યા છે. આ વાવાઝોડા રેતીને સમુદ્રમાં લઈ જાય છે, જેના કારણે દરિયાકિનારા સંકોચાઈ રહ્યા છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. વિજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં દરિયાઈ મોજાઓની દિશા પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ (WSW) થી દક્ષિણ પશ્ચિમ (SW) તરફ બદલાઈ રહી છે. આ ફેરફાર પેસિફિક એન્ટિસાયક્લોનના દક્ષિણ તરફના સ્થળાંતરને કારણે છે, જે દરિયાકાંઠે ધોવાણ વધી રહ્યું છે.

અભ્યાસ મુજબ 86% દરિયાકિનારા સંકોચાઈ રહ્યા છે

દરિયાના ઊંચા મોજાઓથી બચાવવા માટે દરિયા કિનારે   દિવાલ બનાવવામાં આવી રહી છે તે સ્થળની આવતા લોકોને રોકવા માટે 'કામ ચાલુ છે' અને 'આગળ ખતરો' જેવા બોર્ડ મૂકવામાં આવ્યા છે.યુનિવર્સિડેડ કેટોલિકાના કોસ્ટલ ઓબ્ઝર્વેટરીએ સેટેલાઇટ તસવીરો, ટોપોગ્રાફિક સર્વેક્ષણો અને DSAS સોફ્ટવેરનો ઉપયોગ કરીને 67 દરિયાકિનારા પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે 86% દરિયાકિનારા સંકોચાઈ રહ્યા છે.

2010 ના ભૂકંપ અને 2015-2022 ના તોફાનોએ દરિયા કિનારાને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. 45 દરિયાકિનારા પર હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 80% દરિયાકિનારા પર ધોવાણનો દર પ્રતિ વર્ષ 0.2 મીટરથી વધુ છે.

Tags :