World

અમેરિકાની અવળચંડાઈ: રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર પ્રતિબંધ લગાવવા યુરોપને હાંકલ

By GS TEAM
7 Sep 20251 min read
TukuTouch Logo
Scott Bessent Hints at More Tariffs : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકા ભારત પર રશિયાથી ઓઈલ ન ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે. એવામાં અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ( નાણામંત્રી ) સ્કોટ બેસેન્ટે યુરોપિયન યુનિયનને અપીલ કરી છે કે તેઓ પણ રશિયા પર આર્થિક દબાણ વધારવા અમેરિકાનો સાથ આપે. તેમણે સંકેત આપ્યા છે કે રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર હજુ વધારાના ટેરિફ લગાવવામાં આવી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાની અવળચંડાઈ: રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર પ્રતિબંધ લગાવવા યુરોપને હાંકલ

Scott Bessent Hints at More Tariffs : અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ ઝીંકતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકા ભારત પર રશિયાથી ઓઈલ ન ખરીદવા માટે સતત દબાણ કરી રહ્યું છે. એવામાં અમેરિકાના સેક્રેટરી ઓફ ટ્રેઝરી ( નાણામંત્રી ) સ્કોટ બેસેન્ટે યુરોપિયન યુનિયનને અપીલ કરી છે કે તેઓ પણ રશિયા પર આર્થિક દબાણ વધારવા અમેરિકાનો સાથ આપે. તેમણે સંકેત આપ્યા છે કે રશિયાથી ક્રૂડ ઓઈલ ખરીદતા દેશો પર હજુ વધારાના ટેરિફ લગાવવામાં આવી શકે છે. 

સ્કોટ બેસેન્ટે રવિવારે કહ્યું કે રશિયાનું અર્થતંત્ર અસ્થિર કરવા માટે અમે હજુ દબાણ વધારવા માટે તૈયાર છીએ પરંતુ અમને તેમાં યુરોપના પણ સાથની જરૂર છે. જો યુરોપ અમારો સાથ આપે અને રશિયાથી ઓઈલ ખરીદતા દેશો પર ટેરિફ લગાવે તો રશિયાનું અર્થતંત્ર ધરાશાયી થઈ જશે. જેથી વ્લાદિમીર પુતિને મજબૂરીમાં સમાધાન કરવા રાજી થવું પડશે.' આમ સ્કોટ બેસેન્ટે નામ લીધા વિના ભારતને ચેતવણી આપી છે. 

નોંધનીય છે કે ટ્રેડ ડીલ સફળ ન થવાના કારણે અમેરિકાએ ભારત પર 25 ટકા અને રશિયાથી ઓઈલ ખરીદવાના કારણે વધારાના 25 ટકા એમ કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો છે. જે બાદથી જ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની ટીમના સભ્યો અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે.