Get The App

ભારત સાથે દાંડાઈ ભારે પડી! પાકિસ્તાનના 'મિત્ર' દેશની SCO સમિટમાં જબરદસ્ત ફજેતી

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
ભારત સાથે દાંડાઈ ભારે પડી! પાકિસ્તાનના 'મિત્ર' દેશની SCO સમિટમાં જબરદસ્ત ફજેતી 1 - image


SCO Summit 2025: ચીનના તિયાનજિનમાં આયોજિત SCO સમિટમાં ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની બોલતી બંધ કરી દીધી. એટલું જ નહીં, પાકિસ્તાનના મિત્ર દેશ અઝરબૈજાનને પણ સીધું દોર કરી દીધું છે. ભારતે અઝરબૈજાનના SCO સભ્યપદ પર રોક લગાવી દીધી છે.

પાકિસ્તાનના 'મિત્ર' દેશની SCO સમિટમાં ફજેતી

અઝરબૈજાનના મીડિયા અહેવાલ પ્રમાણે ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટમાં અઝરબૈજાનને સભ્યપદ આપવાનું હતું, પરંતુ ભારતે વીટો લગાવી દીધો છે. વાસ્તવમાં નવા સદસ્ય બનવા માટે હાલના સદસ્યોના વોટની જરૂર હોય છે. જો કોઈ સદસ્ય-દેશ વીટો લગાવી દે તો નવી સદસ્યતા ન મળી શકે. જોકે, અઝરબૈજાનના આ આરોપો પર ભારત તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.

અઝરબૈજાનના પ્રમુખ SCO સમિટમાં સામેલ

ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બે દિવસીય બેઠક (31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર)માં અઝરબૈજાને ઓબ્ઝર્વર તરીકે ભાગ લીધો હતો. અઝરબૈજાનના પ્રમુખ ઈલહામ અલીયેવ પોતે સમિટમાં સામેલ થયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ સાથે અલીયેવની મુલાકાતની તસવીરો પણ સામે આવી હતી.

પીએમ મોદીએ SCO સમિટમાં શહબાઝ શરીફને બિલકુલ ભાવ નહોતો આપ્યો. બે દિવસીય કોન્ફરન્સમાં પીએમ મોદીએ એક વાર પણ શરીફ તરફ નહોતું જોયું. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાન અને અઝરબૈજાન ખૂબ નજીક આવી ગયા છે. તેનું કારણ એ છે કે ભારતે અઝરબૈજાનના પાડોસી દેશ આર્મેનિયાને પિનાકા રોકેટ સિસ્ટમથી લઈને આકાશ મિસાઈલ અને તોપથી લઈને સ્વાતિ વેપન લોકેટિંગ રડાર સુધી સપ્લાય કર્યું છે.

આવી સ્થિતિમાં પાકિસ્તાને અઝરબૈજાનને આકર્ષવાનું શરૂ કર્યું. અઝરબૈજાને પાકિસ્તાન પાસેથી JF-17 ફાઈટર જેટ ખરીદવાની ડીલ કરી છે. પાકિસ્તાને ચીનની મદદથી JF-17 ફાઈટર એરક્રાફ્ટ તૈયાર કર્યું છે. વર્ષ 2020માં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે વિવાદિત નાગોર્નો-કારાબાખને લઈને યુદ્ધ થઈ ચૂક્યું છે. 

જોકે, રશિયાએ હસ્તક્ષેપ કરતા યુદ્ધ તો અટકી ગયુ હતું, પરંતુ બંને કૉકેશિયન દેશો વચ્ચે દુશ્મની ચાલું છે. તાજેતરમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્હાઈટ હાઉસમાં એક શાંતિ કરાર કરાવ્યો છે. 

અઝરબૈજાન સાથે રશિયાના સબંધ ખરાબ

છેલ્લા એક-દોઢ વર્ષમાં રશિયા સાથે અઝરબૈજાનના સંબંધો પણ વણસ્યા છે. તેનું કારણ એ છે કે, રશિયન સેનાએ ભૂલથી અઝરબૈજાનના એક પેસેન્જર વિમાનને તોડી પાડ્યું હતું. બદલો લેવા માટે અઝરબૈજાને રશિયાની સરકારી ન્યૂઝ એજન્સીના ઘણા પત્રકારોની ધરપકડ કરી અને ન્યૂઝરૂમને પણ તાળા મારી દીધા હતા.

આ પણ વાંચો: જર્મનીએ ટ્રમ્પને ઝટકો આપ્યો! ભારત પર પ્રતિબંધ લગાવવાનો ઈનકાર, કહ્યું- અમે તો મિત્રતા વધારીશું

આ જ કારણ છે કે, ગત અઠવાડિયે જ્યારે રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર મોટો મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો, ત્યારે તેણે અઝરબૈજાનના દૂતાવાસને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. રશિયાની એક મિસાઈલ અઝરબૈજાની દૂતાવાસની ખૂબ નજીક જઈને પડી હતી.

Tags :