VIDEO: એક મંચ પર PM મોદી, જિનપિંગ, પુતિન અને શહબાઝ શરીફ... SCO નેતાઓનું ગ્રૂપ ફોટો સેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

SCO Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ચીનની મુલાકાતે છે, તેમણે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે બેઠક કરી હતી. આ મુલાકાત તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ પહેલા થઈ હતી. વડાપ્રધાન મોદી આજે ઉત્તર ચીનના તિયાનજિનમાં SCO સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં જિનપિંગે વડાપ્રધાન મોદીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
જિનપિંગે SCO સમિટમાં PM મોદીનું ઔપચારિક સ્વાગત કર્યું
ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગે SCO સમિટમાં PM મોદીનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ SCO નેતાઓનું ગ્રૂપ ફોટો સેશન થયું. આ તસવીરમાં PM મોદી, શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન, શાહબાઝ શરીફ અને અન્ય ઘણા નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.
ચીનમાં PM મોદીને ખાસ 'હોંગચી કાર' આપવામાં આવી
SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્યાંની સરકારે તેમના રોકાણ દરમિયાન એક ખાસ 'હોંગચી કાર' આપવામાં આવી હતી. આ એ જ કાર છે જેનો ઉપયોગ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સત્તાવાર પ્રવાસોમાં કરે છે. 'હોંગચી', જેનો અર્થ 'લાલ ધ્વજ' થાય છે, તે ચીનની પ્રતિષ્ઠિત લક્ઝરી બ્રાન્ડ છે અને તેને 'મેડ ઇન ચાઇના' ની ઓળખ માનવામાં આવે છે. ભારતના મહાબલીપુરમ સમિટ દરમિયાન શી જિનપિંગે 'હોંગચી L5' કારનો પણ ઉપયોગ કર્યો હતો.

ભારત-ચીન માટે મિત્ર બનવું એ યોગ્ય વિકલ્પ છે: જિનપિંગ
ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મિત્ર બનવું એ ભારત અને ચીન માટે યોગ્ય વિકલ્પ છે, બંને દેશોએ સરહદ વિવાદને પરસ્પર સંબંધોની ઓળખ ન બનવા દેવી જોઈએ. ભારત અને ચીન હરીફ નથી પણ સાથી છે. બંને દેશો એકબીજાના વિકાસ માટે તકો છે, ખતરા નહીં.'
બંને દેશોએ સંબંધોને લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી જોવા જોઈએ: જિનપિંગ
જિનપિંગે કહ્યું કે, 'આપણે સારા પડોશી, વિશ્વસનીય ભાગીદાર અને મિત્રો બનવું જોઈએ જે એકબીજાની સફળતામાં સહાયક હોય. ડ્રેગન (ચીન) અને હાથી (ભારત)એ સાથે મળીને કામ કરવું એ બંને દેશો માટે યોગ્ય પસંદગી છે. ભારત-ચીન સંબંધોને લાંબા ગાળાના અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ. આ વર્ષ બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે, આવી સ્થિતિમાં સ્થિર અને રચનાત્મક સંબંધો જાળવવાની જવાબદારી વધુ વધે છે.' જિનપિંગે બંને દેશોને વ્યૂહાત્મક સંવાદ વધારવા, પરસ્પર વિશ્વાસ મજબૂત કરવા, બહુપક્ષીય સહયોગમાં ભાગીદારી વધારવા અને ગ્લોબલ સાઉથની એકતાને આગળ વધારવા હાંકલ કરી.








