World

VIDEO: ચીને લોન્ચ કરી માણસોની જેમ વાત કરતી Xiao રોબોટ, SCO સમિટમાં રહેશે હાજર!

By GS TEAM
30 Aug 20252 mins read
TukuTouch Logo
ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાઈ રહેલા SCO શિખર સંમેલનમાં રોબોટિક્સનો ઉપયોગ જોવા મળશે. આ સમિટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ઉપસ્થિત રહેશે. ચીને આ સંમેલન માટે ખાસ 'Xiao' નામનો માનવરૂપી રોબોટ તૈયાર કર્યો છે, જે મીડિયાના લોકોને મદદ કરશે અને પોતાની અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ચીને લોન્ચ કરી માણસોની જેમ વાત કરતી Xiao રોબોટ, SCO સમિટમાં રહેશે હાજર!

AI Robot Xiao in SCO Summit 2025: ચીનમાં 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાઈ રહેલા SCO શિખર સંમેલનમાં રોબોટિક્સનો ઉપયોગ જોવા મળશે. આ સમિટ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ઉપસ્થિત રહેશે. ચીને આ સંમેલન માટે ખાસ 'Xiao' નામનો માનવરૂપી રોબોટ તૈયાર કર્યો છે, જે મીડિયાના લોકોને મદદ કરશે અને પોતાની અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરશે.

ઈનોવેશન અને ટેકનોલોજીનો સંગમ

Xiao એક હ્યુમનૉઇડ રોબોટ છે, જે ત્રણ ભાષા જાણે છે. તેને પત્રકારોની મદદ માટે બનાવવામાં આવ્યો છે. સમિટ દરમિયાન આ રોબોટ પ્રશ્નોના જવાબ આપશે. તેમજ આ રોબોટ બધા પ્રોટોકોલ્સનું પાલન કરશે. રોબોટમાં અદ્યતન સિસ્ટમનો અલ્ગોરિધમ છે. તેમાં એક ડેટાબેઝ પણ છે, જે જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. રોબોટને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, મીડિયા કર્મીઓ અને આયોજકો વચ્ચે વાતચીત કરવા માટે પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. 

યુરેશિયામાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા માટે સ્થાપના 

Xiaoના જણાવ્યા મુજબ, SCO શિખર સંમેલનમાં મીડિયા માટે વ્યવસ્થાની સાથે તિયાનજિનની સાંસ્કૃતિક વારસો દર્શાવતી પ્રવૃત્તિઓ જેવી કે વુડબ્લોક પ્રિન્ટ્સ અને પરંપરાગત હસ્તકલાઓ પણ પ્રદર્શિત કરાશે. ઉલ્લેખનીય છે કે, SCO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના 2001માં યુરેશિયા ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવા માટે કરવામાં આવી હતી.

આ પણ વાંચો: આ રીતે તો ગરીબ થઇ જઇશું...' ટેરિફ અંગે કોર્ટે મોટો ઝટકો આપતા ટ્રમ્પનું પહેલું રિએક્શન

SCO સંમેલનને SCO શિખર સંમેલન પણ કહેવાય છે. આ સંગઠનના સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને સરકાર પ્રમુખોની વાર્ષિક બેઠક હોય છે. આ સંમેલનમાં સભ્ય દેશો મળીને મહત્ત્વપૂર્ણ ભૌગોલિક-રાજકીય, આર્થિક અને સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે છે.

હાઈ ટેકનોલોજી સિસ્ટમથી સજ્જ રોબોટ

AI રોબોટે હાઈ ટેકનોલોજી સિસ્ટમથી સજ્જ છે, જે ભાવનાઓને ઓળખવાની, શીખવાની ક્ષમતા ધરાવે અને પોતાના જ્ઞાનને પણ વધારી શકે છે. આ બધી વસ્તુઓની મદદથી જ તે આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ, મીડિયા કર્મીઓ અને શિખર સંમેલનના આયોજકો વચ્ચે વાતચીત કરશે.