Get The App

સાઉદી અરબના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 142 વર્ષની વયે નિધન, 110 વર્ષે લગ્ન કરી પિતા બન્યા હતા

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
સાઉદી અરબના સૌથી વૃદ્ધ વ્યક્તિનું 142 વર્ષની વયે નિધન, 110 વર્ષે લગ્ન કરી પિતા બન્યા હતા 1 - image


Old Man Of The World: સાઉદી અરબમાં પોતાને દેશનો સૌથી વધુ ઉંમરવાળા વ્યક્તિ ગણાવનાર નાસિર રદાન અલ રાશિદ અલ વદાઈનું નિધન થયું છે. સ્થાનિક ન્યૂઝ મુજબ 8 જાન્યુઆરીએ રાજધાની રિયાધમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના જનાજાની નમાઝ ધાહરાન અલ જનૂબમાં અદા કરવામાં આવી, જેમાં 7 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. તે બાદ તેમણે તેમના પૈતૃક ગામ અલ રાશિદમાં દફન કરવામાં આવ્યા. દાવો છે કે અલ વદાઈ તેમની પાછળ 134 બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડતા ગયા. 

1884માં જન્મ થયો હતો

સાઉદી મીડિયા અનુસાર, નાસિર રદાન અલ રાશિદ અલ વદાઈનો જન્મ 1884માં થયો હતો, આ એ જ વર્ષ છે જ્યારે અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનું નિર્માણ શરૂ થયું હતું. ત્યારે સાઉદી અરબનું એકીકરણ પણ થયું ન હતું, પરિવાર મુજબ, અલ વદાઈએ દેશના સંસ્થાપક કિંગ અબ્દુલ અઝીઝથી લઈને હાલના શાસક કિંગ સલમાન સુધીનું રાજ જોયું છે. તેમણે ઘણા રાજાઓ, પેઢીઓ અને ઐતિહાસિક બદલાવોને પોતાની નજરે નિહાળ્યા છે.

110 વર્ષે લગ્ન કરી દીકરીના પિતા બન્યા

અલ વદાઈની જિંદગીને અનેક વસ્તુઓ ખાસ બનાવે છે. તેમાંથી એક છે 110 વર્ષ લગ્ન, પરિવારના દાવા મુજબ તેમણે છેલ્લા 110 વર્ષ લગ્ન કર્યા હતા, એક દીકરીનો પણ જન્મ થયો હતો. ધાર્મિક આસ્થાના મામલે પણ તે વધારે સમર્પિત હતા. તેમણે લાંબા જીવનકાળ દરમિયાન કુલ 40 વખત હજ યાત્રા પૂર્ણ કરી હતી. 

142 વર્ષની ઉંમર પર ઉઠયા સવાલ

જો કે, તેમની ઉંમરને લઈને વિશેષજ્ઞો સવાલ ઊભા કરી રહ્યા છે. બ્રિટનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું 142 વર્ષ જીવવું અસંભવ જેવું લાગે છે. તેમના પ્રમાણે 100 વર્ષની ઉંમર પછી જીવવું એ દરેક વર્ષ બાદ સિક્કો ઉછાળવા જેવું છે. એટલે કે સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. 142 વર્ષનું આયુષ્ય એટલે 100 પછી 40 વાર સિક્કો ઉછાળીએ એટલે એક જ તરફ પડે તેવું છે.

આ પણ વાંચો: 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની પડખે હતું ઈરાન! રાજાના પુત્રની સત્તાવાપસીથી ભારતનું ટેન્શન વધશે

હાલ સુધીમાં દુનિયામાં સ્થાપિત રેકોર્ડ પ્રમાણે સૌથી વધારે ઉંમરવાળી મહિલા જીન કેલમેન્ટ હતી, જેમની ઉંમર 122 વર્ષની હતી. તે બાદ કેન તનાકા જેવા શખ્સોના નામ આવે છે.  જે 119 વર્ષ, 107 દિવસની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.