Get The App

સાઉદી આરબ: કાબાના ભૂતપૂર્વ ઈમામને 10 વર્ષની જેલની સજા, 2018માં ધરપકડ થઈ હતી

Updated: Aug 28th, 2022

GS TEAM

Google News
Google News
સાઉદી આરબ: કાબાના ભૂતપૂર્વ ઈમામને 10 વર્ષની જેલની સજા, 2018માં ધરપકડ થઈ હતી 1 - image


- અલ-તાલિબ વિભિન્ન સાઉદી કોર્ટોમાં જજ તરીકે સેવા આપી ચૂક્યા છે

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર

સાઉદી આરબની એક અદાલતે 22 ઓગષ્ટના રોજ મક્કા સ્થિત ખાના-એ-કાબાના પૂર્વ ઈમામ અને ધર્મ પ્રચારક શેખ સાલેહ અલ-તાલિબને 10 વર્ષની સજા સંભળાવી છે. ખાના-એ-કાબાને હરમશરીફ પણ કહેવામાં આવે છે અને તેને મુસલમાનોના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળોમાં માનવામાં આવે છે. 

સાઉદી આરબમાં મક્કા મસ્જિદના પૂર્વ ઈમામને 10 વર્ષની સજા સંભળાવી છે. ઈમામ પહેલાથી જ જેલમાં હતા અને સાઉદીની એક કોર્ટે તેમને મુક્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. હવે સાઉદીની કોર્ટ ઓફ અપીલે નીચલી અદાલતના નિર્ણયને પલટતા પૂર્વ ઈમામને 10 વર્ષની સજા સંભળાવી છે.

સાઉદી આરબ સરકારે ઓગષ્ટ 2018માં સાલેહ અલ-તાલિબની કોઈ પણ કારણ જણાવ્યા વગર ધરપકડ કરી હતી. અલ-તાલિબ વિભિન્ન સાઉદી કોર્ટોમાં જજ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમાં રાજધાની રિયાદની ઈમરજન્સી કોર્ટ અને મક્કાની હાઈકોર્ટ પણ સામેલ છે જ્યાં તેમણે ધકપકડ પહેલાકામ કર્યું હતું. 

તેમની ધરપકડ બાદ માનવાધિકાર જૂથો અને વિવિધ સાઉદી અરેબિયા વિરોધી મીડિયા તેમની સજાને ખુત્બા (શુક્રવારની નમાજ પહેલા અથવા ઈદ અને બકરીદની નમાજ પછી આપવામાં આવતો ધાર્મિક ઉપદેશ) સાથે જોડી રહ્યાં છે જેને તેમણે બુરાઈને નષ્ટ કરવાની મહત્વતા વિશે આપ્યો હતો. તે સમયે સાઉદી આરબના એક કર્મચારી યહ્યા એસરીએ જણાવ્યું હતું કે, તેમના દેશમાં એવા લોકોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે જેઓ ભવિષ્યમાં સંભવિત રીતે સરકાર અને લોકપ્રિય થનારા લોકો પર સવાલ ઉઠાવી શકે છે. 

સાઉદી ક્રાઉન પ્રિન્સનું 'વિઝન 2030'

પૂર્વ ઈમામ-એ-કાબાએ ધરપકડ પહેલા એક ખુત્બામાં અત્યાચારી અને તાનાશાહી શાસકો વિરુદ્ધ વાત કરી હતી. જોકે, તેમણે સાઉદી શાહી પરિવારના સદસ્યોનું નામ નહોતું લીધુ. તેમણે સાઉદી અરેબિયાના સુલતાનના અનુગામી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા રાજાશાહીમાં કરવામાં આવેલા સામાજિક પરિવર્તન પર સોશિયલ મીડિયા પર કરવામાં આવતી ટીકાનો પર્દાફાશ કર્યો હતો જેમાં એકે તેને આશ્ચર્યજનક ગણાવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન દેશમાં વિભિન્ન ઈસ્લામિક ઉલેમાને અત્યંત પુરાતનપંથી વિચારધારા રાખવાના કારણે ધરપકડ કરવામાં આવી છે. જે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના 'ઉદારવાદી' અભિયાન અને આર્થિક તથા સામાજિક સુધારાના તેમના 'વિઝન 2030' સાથે મેળ નથી ખાતા.

સાઉદી આરબનું સોશિયલ મીડિયા

ટ્વીટર પર 10 લાખ ફોલોઅર્સ ધરાવનારા તૂર્કી અશ્શ્લહૂબે જે પોતાને ભ્રષ્ટાચાર વિરોધી પત્રકાર ગણાવે છે તેમણે પણ આ નિર્ણયની આલોચના કરી છે અને કહ્યું કે, અલ-તાલિબને ખોટા કામ અને તેના અપરાધીઓ વિરુદ્ધ પોતાના ખુત્બા (ઉપદેશ)ના કારણે સાઉદી કોર્ટે 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. અન્ય એક ટ્વીટમાં શલહૂબે આ નિર્ણયને બિન સલમાનની સરકારના અત્યાચાર, ભ્રષ્ટાચાર અને અન્યાયની કહાનીઓમાંથી એક ગણાવ્યો છે. આ ટ્વીટને મોટા ભાગના ધર્મ પ્રચારકોનું સમર્થન મળ્યું છે. 


Tags :