World

પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફજેતી, સાઉદી અરેબિયાએ 56 હજાર ભિખારીઓને તગેડી મૂક્યા

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં ભીખ માંગવા કે મંગાવવાનો ધંધો એક ઉદ્યોગની જેમ વિકસી રહ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના અનુસાર, પાકિસ્તાનના ભિખારી આખું વર્ષમાં 42 અરબ રૂપિયા કમાય છે. આ ભીખ માગવા માટે પોતાના દેશની બહાર ચાલ્યા જાય છે અને બીજા દેશોના લોકોને એટલા હેરાન કરે છે કે તેની ધરપકડ કરીને પરત મોકલવા પડે છે. ત્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત (UAE) પાકિસ્તાની નાગરિકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેણે પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફજેતી કરી નાખી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફજેતી, સાઉદી અરેબિયાએ 56 હજાર ભિખારીઓને તગેડી મૂક્યા
Image Source: AI Image

Pakistani Beggars Deported Saudi-UAE: પાકિસ્તાનમાં ભીખ માંગવા કે મંગાવવાનો ધંધો એક ઉદ્યોગની જેમ વિકસી રહ્યો છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના અનુસાર, પાકિસ્તાનના ભિખારી આખું વર્ષમાં 42 અરબ રૂપિયા કમાય છે. આ ભીખ માગવા માટે પોતાના દેશની બહાર ચાલ્યા જાય છે અને બીજા દેશોના લોકોને એટલા હેરાન કરે છે કે તેની ધરપકડ કરીને પરત મોકલવા પડે છે. ત્યારે સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત (UAE) પાકિસ્તાની નાગરિકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેણે પાકિસ્તાનની ઈન્ટરનેશનલ ફજેતી કરી નાખી છે.

સાઉદી અરેબિયાએ 50 હજારથી વધુ ભિખારીઓને પોતાના દેશથી તગેડી મૂક્યા છે. સાઉદી અરેબિયાએ લગભગ 56,000 પાકિસ્તાની ભિખારીઓને ડિપોર્ટ કરી દીધા છે, જ્યારે UAEએ વિઝા નિયમોને વધુ કડક કરી દીધા છે. ગત મહિને જ UAEએ અનેક પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું, કારણ કે તેને એ ચિંતા હતી કે લોકો ખાડી દેશમાં જઈને ક્રિમિનલ એક્ટિવિટીઝ અને ભીખ માંગવામાં સામેલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: યુક્રેન બાદ વધુ એક દેશ બનશે યુદ્ધનું મેદાન! રશિયાની ટ્રમ્પને ધમકી- ભયંકર પરિણામ માટે તૈયાર રહેજો

પાકિસ્તાનના અધિકારીઓએ આ વર્ષે 50 હજારથી વધુ નાગરિકોને વિદેશ યાત્રા કરવાથી રોકી દેવાયા, કારણ કે દેશને માનવ તસ્કરી પર રોક લગાવવા અને સંભાવિત ભિખારીઓને રોકવાના પ્રયાસ ઝડપી કરી દેવાયા છે. આ માહિતી આગા રફીઉલ્લાહની અધ્યક્ષતામાં નેશનલ એમ્બેસીની ઓવરસીઝ પાકિસ્તાની અને માનવાધિકારી મામલાઓની સ્થાયી સમિતિની બેઠક દરમિયાન શેર કરાઈ.

ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ના ડાયરેક્ટર જનરલ, રીફત મુખ્તાર રઝાએ સંસદીય પેનલને બ્રીફિંગ આપતા લાગુ કરાયેલા ઉપાયોની માહિતી આપી. તેમણે કહ્યું કે, આ વર્ષે અલગ અલગ એરપોર્ટ પર ઓછામાં ઓછા 51 હજાર પાકિસ્તાનીઓને ઉતારાયા. યાત્રા કરવાની રોક લગાવાયેલા લોકો યુરોપ અને સાઉદી અરેબિયા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કિંગડમ જનારા લોકો ઉમરાહ કરવાના બહાનું આપી રહ્યા હતા, જ્યારે યુરોપિયન દેશોમાં જનારા પાસે જરૂરી દસ્તાવેજ ન હતા.

UAEએ પણ આ આધાર પર 6 હજાર પાકિસ્તાનીઓને ડિપોર્ટ કર્યા, જ્યારે અઝરબૈઝાને લગભગ 2500 ભિખારીઓને દેશની કાઢી મૂક્યા. સમિતિએ તે પાકિસ્તાનીઓ અંગે જણાવ્યું કે, જે અલગ અલગ દેશોમાં ગયા પરંતુ ક્યારેય પરત ન ફર્યા. રઝાએ કહ્યું કે, આ વર્ષે 24,000 પાકિસ્તાની કંબોડિયા ગયા, જેમાંથી 12 હજાર હજુ સુધી પરત નથી આવ્યા, જ્યારે 4 હજાર ટૂરિસ્ટ વિઝા પર મ્યાનમાર ગયા અને લગભગ 2500 પરત નથી આવ્યા.

આ પણ વાંચો: અમેરિકા ચીનના 'દુશ્મન'ને આપશે 10 અબજ ડૉલરના હથિયાર, ટ્રમ્પની ખતરનાક ચાલથી ડ્રેગન અકળાયું