Get The App

સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં 8 લોકોને ફાંસી, ડ્રગ્સથી જોડાયેલા કેસમાં સજા-એ-મોત

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
સાઉદી અરેબિયામાં એક જ દિવસમાં 8 લોકોને ફાંસી, ડ્રગ્સથી જોડાયેલા કેસમાં સજા-એ-મોત 1 - image
Image Source: envato

Saudi Arabia News: સાઉદી અરેબિયામાં મોતની સજાઓના આંકડાએ ફરી દુનિયાને ચોંકાવી છે. શનિવારે સાઉદી અરેબિયાની સરકારે એક જ દિવસમાં આઠ લોકોને ફાંસીએ લટકાવી દીધા, જેમાં સાત વિદેશી નાગરિક હતા. જેમાં ચાર સોમાલિયા અને ત્રણ ઇથિયોપિયાના નાગરિક સામે હતા. આ તમામ પર આરોપ હતો કે તેમણે હશીશ તસ્કરી કરી હતી. આઠમો કેસ એક સાઉદી નાગરિકનો હતો, જેને પોતાની માતાની હત્યાના કેસમાં સજા આપવામાં આવી.

સાઉદી પ્રેસ એજન્સીના રિપોર્ટ અનુસાર, 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 230 લોકોના મોતની સજા આપવામાં આવી ચૂકી છે. તેમાંથી 154 મોતો ડ્રગ્સથી જોડાયેલા કેસમાં થઈ છે. આ સંખ્યા ગત વર્ષોની સરખામણીમાં ઘણી વધારે છે અને શક્યતા છે કે 2025માં આંકડો ગત વર્ષના રેકોર્ડ 338 મોતને પણ પાર કરી શકે છે.

ડ્રગ્સ વિરૂદ્ધ સાઉદીનું 'યુદ્ધ'

વિશેષજ્ઞોનું કહેવું છે કે, મોતની સજાઓમાં આવેલી ઝડપ 2023માં શરૂ કરાયેલી 'વોર ઓન ડ્રગ્સ' નીતિનું પરિણામ છે. કેટલાક લોકોની એવા સમયે ધરપકડ કરવામાં આવી હતી, જેમની સુનાવણી હજુ પૂરી થઈને સજામાં બદલાઈ રહી છે. સાઉદીએ 2022ના અંતમાં ડ્રગ મામલાઓમાં ફાંસી પર લાગેલી રોક હટાવી હતી.

Tags :