Get The App

ફક્ત ત્રણ જ સપ્તાહમાં ફ્રાન્સનાં પૂર્વ પ્રમુખ સરકોઝી જેલમાંથી બહાર

સરકોઝી જ્યુડિશિયલ સુપરવિઝન હેઠળ રહેશે, ફ્રાન્સ છોડી શકશે નહીં અને ન્યાય મંત્રાલયનો સંપર્ક કરી શકશે નહીં

૨૧ ઓક્ટોબરે પાંચ વર્ષ જેલની સજા થઇ હતી

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
ફક્ત ત્રણ જ સપ્તાહમાં ફ્રાન્સનાં પૂર્વ પ્રમુખ સરકોઝી જેલમાંથી બહાર 1 - image

(પીટીઆઇ)     પેરીસ, તા. ૧૦

ફ્રાન્સના પૂર્વ પ્રમુખને ત્રણ સપ્તાહમાં જ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લ્ખેનીય છે કે એક ગુનાહિત કાવતરામાં સામેલ થવાનાં આરોપ હેઠળ તેમને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

જો કે તેમને જ્યુડિશિયલ સુપરવિઝન હેઠળ રાખવામાં આવશે અને ફ્રાન્સ છોડી શકશે નહીં. સરકોઝીની કાર પેરીસની લા સેંટે જેલમાંથી બપોરે ૩ વાગ્યે બહાર નીકળતી જોવા મળી હતી.

કોર્ટે તેમને મુક્ત કરવાની સંમતિ આપ્યાના દોઢ કલાકમાં જ તે જેલની બહાર આવી ગયા હતાં. ત્યારબાદ તે પોતાના પશ્ચિમ પેરીસમાં આવેલા ઘરે જતા જોવા મળ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે સરકોઝીને ૨૧ ઓક્ટોબર, ૨૦૨૫નાં રોજ લિબિયાના સ્વર્ગસ્થ પ્રમુખ ગદ્દાફી પાસેથી નાણા લઇને ૨૦૦૭ના પોતાના ચૂંટણી અભિયાન માટે નાણા એકત્ર કરવા માટે કાવતરુ ઘડવાના આરોપ હેઠળ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

તેમની કાયદાકીય ટીમે તેમની મુક્તિ માટે તાત્કાલિક અરજી દાખલ કરી હતી. સરકોઝીના વકીલોમાંથી એક ક્રિસ્ટોફ ઇંગ્રેને પોતાના અસીલની મુક્તિનું સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે હવે તે માર્ચમાં થનારી અપીલની સુનાવણીની તૈયારી કરશે.

સરકોઝીને મુક્ત કરતી વખતે એક શરત મૂકવામાં આવી છે કે તે ન્યાય મંત્રાલયના કોઇ પણ કર્મચારીનો સંપર્ક કરશે નહીં.

પેરીસની એક કોર્ટમાં વીડિયો લીંક દ્વારા વાત કરતી વખતે સરકોઝીએ એકાંત કારાવાસમાં પસાર કરેલા પોતાના સમયને કઠોર અને ખરાબ સ્વપ્ન ગણાવ્યું હતું.