Get The App

VIDEO : SCO સમિટમાં શહબાઝને મળ્યા એસ. જયશંકર, પાકિસ્તાની વડાપ્રધાને આગળ આવીને મિલાવ્યો હાથ

Updated: Oct 15th, 2024

GS TEAM

Google News
Google News
s-jaishankar-and-pm-shehbaz-sharif


SCO Summit in Pakistan : પાકિસ્તાનમાં SCO શિખર સંમેલનનો આજે પહેલી દિવસ હતો. વિદેશ મંત્રી એસ. જયશંકર આ સંમેલનમાં પહોંચ્યા હતા. અહીં તેમની મુલાકાત વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ થઈ હતી. એટલું જ નહીં શાહબાઝ શરીફે આગળ આવીને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે હાથ મિલાવ્યો હતો. બંને નેતાઓએ થોડી વાતચીત પણ કરી હતી.


SCO સમિટના પહેલા દિવસે શાહબાઝ શરીફે વિદેશી નેતાઓ માટે ડિનરની વ્યવસ્થા કરી હતી. તેના માટે તેઓ તમામ નેતાઓનું સ્વાગત કરી રહ્યા હતા, જ્યારે વિદેશ મંત્રી જયશંકર સાથે પણ તેમણે મુલાકાત અને વાત કરી. જોકે, બંને નેતાઓ શું વાત કરી, એ સ્પષ્ટ નથી, પરંતુ બંને નેતાઓ એકબીજા સાથે વાત કરતા નજરે પડ્યા. ત્યારબાદ બંને નેતાઓએ ફોટો પણ પડાવ્યા.

આ પણ વાંચો : પહેલા પિતાએ આપ્યો હતો આશરો, હવે પુત્ર બન્યો 'ઢાલ': ટ્રુડોએ કેનેડાને ખાલિસ્તાનીઓનો ગઢ બનાવી દીધું

વિદેશ મંત્રી એસ. જયશંકર એવા પહેલા વિદેશ મંત્રી છે જે 9 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનના પ્રવાસે ગયા છે. આ પહેલા 2015માં સુષમા સ્વરાજે વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાનમાં SCO સમિટ એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ છે. તેવામાં વિદેશ મંત્રી જયશંકરનું આ સંમેલનમાં ભાગ લેવા માટે જવું ખુબ જ મહત્વનું છે.


આ પણ વાંચો : ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં હજારો પરિવારો હોમાઈ ગયા, એક વર્ષમાં 14 વાર વિસ્થાપિત થયેલા લોકોની દર્દનાક દાસ્તાન

Tags :