World

રશિયાનું નવું 'જમ-દૂત' મિસાઇલ નાનું એટમિક રીએક્ટર ધરાવે છે : આ 'બ્યુરેવેસ્ટનિક'ની રેન્જ 20,000 કિમીની છે

By GS TEAM
15 Sep 20252 mins read
રશિયાનું નવું 'જમ-દૂત' મિસાઇલ નાનું એટમિક રીએક્ટર ધરાવે છે : આ 'બ્યુરેવેસ્ટનિક'ની રેન્જ 20,000 કિમીની છે

- આ બ્યુરેવેસ્ટનિક કિંવા 'સ્કાય-ફોલ' મિસાઇલ ન્યૂક્લિયર વોર હેડ ધરાવે છે : માત્ર 50 થી 100 મીટર ઉંચાઈએ જ ઊડતું હોવાથી રડારમાં પકડાય તેમ નથી

મોસ્કો : રશિયાએ 'જમ-દૂત' સમાન વિશ્વનું સૌથી ઘાતક મિસાઇલ બનાવ્યું છે. ૯ એમ-૩૭૦ બ્યુરેવેસ્ટનિક મિસાઇલ 'સ્કાય-ફોલ' તરીકે પણ ઓળખાય છે તે થોડા સમયમાં રશિયાના શસ્ત્રાગારમાં જોડાશે.

અમેરિકાને આ મિસાઇલનાં નિર્માણની માહિતી કદાચ મળી ગઈ હશે, તેથી આલાસ્કામાં પુતિન સાથેની મંત્રણામાં ટ્રમ્પે તે વિષે ચર્ચા પણ કરી હોવાનું કહેવાય છે.

મિસાઇલની વિશિષ્ટતા તે છે કે મિસાઇલમાં જ નાનું એવું એટમિક રીએક્ટર છે તે ૨૦,૦૦૦ કી.મી. (આશરે ૧૨,૫૦૦ માઇલ) દૂર સુધી અચૂક પ્રહાર કરી શકે તેમ છે. તેટલું જ નહીં પરંતુ તેમાં રહેલાં એટમિક રીએક્ટરને લીધે તે પૃથ્વીની અનેકવાર પ્રદક્ષિણા પણ કરી શકે તેમ છે.

આ મિસાઇલ અન્ય મિસાઇલ્સની જેમ લિક્વિડ કે સોલિડ ફ્યુએલ આધારીત નથી તે પરમાણુ શક્તિની સહાયથી ગતિ કરી શકે છે તે માટે આ મિસાઇલમાં નાનું એવું એટમિક-રીએક્ટર પણ ગોઠવી દેવાયું છે તે માત્ર ૫૦ થી ૧૦૦ મીટરની ઉંચાઈએ જ ઉડતું હોવાથી રેડારમાં પકડી શકાઈ તેમ નથી. તે અત્યંત ઝડપથી તેની 'ગતિરેખા' બદલી શકે છે. આ 'જમ-દૂત' સમાન મિસાઇલની કેટલીક વિશિષ્ટતાઓ.

* તે ન્યુક્લિયર-એનર્જીથી આગળ ધસે છે. ૨૦,૦૦૦ કી.મી. સુધી જઈ શકે છે.

* તે અમેરિકાની 'મિસાઇલ-ડીફેન્સ-સીસ્ટીમ'ને આંતરીને (બાય-પાસ કરીને) ધસી શકે છે.

* તેની સાથે કિરણોત્સર્ગનું જોખમ વધી ગયું છે. ટેકનિકલ રિસ્ક પણ છે.

* વૈશ્વિક 'સત્તા-તુલા' જાળવવાના હેતુથી રશિયાએ આ મિસાઇલ બનાવ્યું છે.

* એર-પ્રપોઝલ માટે જરૂરી 'હીટ' ઉત્પન્ન કરવા આ મિસાઇલમાં જ નાનું એવું ન્યુક્લિયર-રીએક્ટર રાખવામાં આવ્યું છે તેથી પરંપરાગત ઇંધણ ઉપર આધાર રાખ્યા સિવાય મિસાઇલને એકધાર્યો ધક્કો મળે છે.

* તેની રેન્જ ૨૦,૦૦૦ કી.મી.ની છે. (૧૨,૪૦૦) માઇલ) તેટલું જ નહીં પરંતુ તે પૃથ્વી ફરતાં અનેક ચક્કર લગાવી શકે છે, ધાર્યું નિશાન પાડી શકે છે.

* આ પ્રકારનો જ પ્રોજેક્ટ - પ્રોજેક્ટ-પ્લુટો- (પરિયોજના-યમ) અમેરિકાએ ૫૦ના દાયકામાં હાથ ધર્યો હતો, પરંતુ પછીથી પડતો મુક્યો હતો.

* આ મિસાઇલ ૧૫થી ૨૦ કી.મી.ની ઉંચાઈથી નીચે ઉતરી ૫૦ થી ૧૦૦ મીટરની ઉંચાઈએ જ ઉડતું હોવાથી રેડારમાં ઝડપાતું નથી.

* આ મિસાઇલ રેડાર-ડીંટેકશન સીસ્ટીમ તેમજ ઈન્ટર-સેપ્ટર-બેઝડ મિસાઇલ ડીફેન્સીઝને ચુકાવી દેવા બે પર્વતો વચ્ચેથી પસાર થાય તેવું છે.

આ મિસાઇલ કે-એચ-૧૦૧ મિસાઇલ જેવું છે, પરંતુ તે કરતાં ૧.૫ કે ૨ ગણું મોટું છે. તેની ફ્યુઝલેજ-લેન્થ (ઈંધણ માટેના ભાગ)ની લંબાઈ ૧૨ મીટર આશરે ૩૭ ફીટથી વધુ છે. તેની વિંગ્સ આ ફ્યુઝલેજ-લેન્થ સાથે જોડાયેલી છે. તે ન્યુક્લિયર-રીએક્ટરથી ગરમ થયેલી હવા પાછળ ફેંકી આગળ ધસે છે.

 ટૂંકમાં આ મિસાઇલને 'જમ-દૂત'નું નામ પણ કેટલાકે આપ્યું છે તે તેને બંધ બેસે છે.