Get The App

'ભેદભાવભર્યું વલણ ક્યારેય સ્વીકાર્ય નથી...' પુતિને ચીન મુલાકાત પહેલાં અમેરિકાને આપ્યો કડક સંદેશ

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
'ભેદભાવભર્યું વલણ ક્યારેય સ્વીકાર્ય નથી...' પુતિને ચીન મુલાકાત પહેલાં અમેરિકાને આપ્યો કડક સંદેશ 1 - image


SCO Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનમાં શાંધાઈ શિખર સંમેલનમાં ભાગ લેવા ગયા છે. જ્યાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ પહોંચ્યા છે. રશિયા-ચીન અને ભારત  એક મંચ પર આવતાં અમેરિકા અને પાકિસ્તાનમાં ખળભળાટ જોવા મળ્યો છે. આ સમિટમાં ભાગ લેતાં પહેલાં જ રશિયાના પ્રમુખ પુતિને અમેરિકાના બેવડા વલણની ટીકા કરી હતી. તેમણે અમેરિકાને આકરો સંદેશ આપ્યો છે કે, અમને અમેરિકાનો ભેદભાવયુક્ત પ્રતિબંધ સ્વીકાર્ય નથી.

પુતિને કહ્યું કે, 31 ઓગસ્ટથી ચીનના તિયાનજિનમાં શરૂ થનારી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં નવી તાકાત ઉમેરાશે. આ સમિટ સમકાલીન પડકારો અને જોખમોનો સામનો કરવાની SCOની ક્ષમતાને મજબૂત બનાવશે અને સંયુક્ત યુરેશિયન ક્ષેત્રમાં એકતાને વધુ મજબૂત બનાવશે. બેઇજિંગમાં સમિટ અને ચીનના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ચીનની મુલાકાતની પૂર્વસંધ્યાએ પુતિને આ નિવેદન આપ્યું હતું. 

ભેદભાવયુક્ત પ્રતિબંધો સ્વીકાર્ય નથી

અમેરિકન પ્રમુખ પર નિશાન સાધતા રશિયન પ્રમુખે કહ્યું કે અમે વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે BRICS જૂથને મજબૂત બનાવવા માટે એકજૂટ છીએ. કોઈપણ પ્રકારના ભેદભાવપૂર્ણ પ્રતિબંધો સ્વીકારી શકાતા નથી. આવા પ્રતિબંધો કોઈપણ દેશના આર્થિક વિકાસમાં અવરોધ ઉભા કરી રહ્યા છે. કોઈપણ દેશ માટે આ સ્થિતિ સ્વીકાર્ય નથી. આ બધું વધુ ન્યાયી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં મદદ કરશે. SCOનું આકર્ષણ તેના સરળ પણ શક્તિશાળી સિદ્ધાંતોમાં રહેલું છે. આ સિદ્ધાંતોમાં સમાન સહયોગ માટે તૈયાર, કોઈપણ તૃતીય પક્ષને લક્ષ્ય ન બનાવવું અને દરેક રાષ્ટ્રની રાષ્ટ્રીય લાક્ષણિકતાઓ અને વિશિષ્ટતનો આદર સમાવિષ્ટ છે. આ મૂલ્યોને અપનાવીને, SCO વધુ ન્યાયી વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં ફાળો આપે છે, જે આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય સંકલન ભૂમિકા પર આધારિત છે.

આ પણ વાંચોઃ રશિયાનો યુક્રેન પર ડ્રોન મિસાઈલથી હુમલો, બીજી તરફ ગાઝામાં સહાય રોકી હુમલા વધારવાની તૈયારીમાં ઈઝરાયલ

 SCOના ઇતિહાસમાં નોંધનીય પગલું સાબિત થશે

આગળ પુતિને કહ્યું, 'આ વૈશ્વિક અભિગમનું મુખ્ય તત્વ યુરેશિયામાં સમાન અને અવિભાજ્ય સુરક્ષાના માળખાનું નિર્માણ છે, જેમાં SCO સભ્ય દેશો વચ્ચે ગાઢ સંકલન પણ શામેલ છે. મને વિશ્વાસ છે કે, અમારા સંયુક્ત પ્રયાસો SCOમાં નવી ઉર્જા ભરશે, અને સમયની માગ અનુસાર તેનું આધુનિકીકરણ કરીશું.' સિન્હુઆના અહેવાલ મુજબ, પુતિને વિશ્વાસ વ્યક્ત કર્યો કે તિયાનજિન સમિટ SCO ના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રશિયા અને ચીનના પ્રમુખ દ્વારા જાહેર કરાયેલી પ્રાથમિકતાઓને સંપૂર્ણ સમર્થન આપે છે, જે SCO ને મજબૂત બનાવવા, તમામ ક્ષેત્રોમાં સહયોગને ગાઢ બનાવવા અને વૈશ્વિક મંચ પર સંગઠનની ભૂમિકા વધારવા પર કેન્દ્રિત છે. 

ચીન 2024-2025 સુધી SCOનું નેતૃત્વ સંભાળશે. 2025માં, SCO સમિટ તિયાનજિનમાં યોજાઈ રહી છે. તિયાનજિન સમિટ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી યોજાશે. જે આજથી શરૂ થઈ છે.

'ભેદભાવભર્યું વલણ ક્યારેય સ્વીકાર્ય નથી...' પુતિને ચીન મુલાકાત પહેલાં અમેરિકાને આપ્યો કડક સંદેશ 2 - image

Tags :